Monday, July 14, 2025
Google search engine
HomeNewsEntertainmentવિક્કી-કેટરિનાનાં લગ્નમાં અક્ષય, ઋતિક સહિત અનેક સેલિબ્રિટીઝ સામેલ

વિક્કી-કેટરિનાનાં લગ્નમાં અક્ષય, ઋતિક સહિત અનેક સેલિબ્રિટીઝ સામેલ

સવાઈ માધોપુરઃ બોલીવૂડ સ્ટાર્સ કેટરિના કૈફ અને વિક્કી કૌશલ લગ્ન માટે રાજસ્થાન પહોંચી ચૂક્યાં છે. આ યુગલ નવ ડિસેમ્બર, 2021એ સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવાડામાં લગ્ન બંધનમાં બંધાવાનાં છે. તેમનાં લગ્ન પહેલાંના રીતરિવાજો સાત ડિસેમ્બરથી શરૂ થશે. તેમનાં ફિલ્મ જગતના મિત્રો અક્ષય કુમાર, ઋતિક રોશન, અનુષ્કા અને ક્રિકેટર પતિ વિરાટ કોહલી ડેસ્ટિનેશન વેડિંગમાં સામેલ થવાના છે.

રણથંભોર રોડ સ્થિત એક ફાઇવ સ્ટાર હોટલમાં ઉતારા માટે બધી સુવિધા રાખવામાં આવી છે. બધી હસ્તીઓ જયપુરથી રસ્તા માર્ગે સવાઈ માધોપુર પહોંચશે. સોમવારે વિક્કી કૌશલ અને કેટરિના કૈફને લગ્ન માટે એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. વિક્કીએ પિચ બટન-ડાઉન શર્ટની સાથે બેઝ રંગનું ટ્રાઉઝર પહેર્યું હતું, જ્યારે કેટરિના કૈફ પીળા રંગના સૂટમાં દેખાઈ હતી.

આ ડેસ્ટિનેશન વેડિંગમાં આશરે 120 મહેમાનો સામેલ થવાની આશા છે. આમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, વરુણ ધવન અને તેની પત્ની નતાશા દલાલ, અનુષ્કા શેટ્ટી, શાહિદ કપૂર, કાર્તિક આર્યન, ઇશા દેઓલ, આદિત્ય પંચોલી, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, જોયા અખ્તર, અલવીરા, કબીર ખાન, અલી અબ્બાસ, ફરાહ ખાન, ક્રિકેટર સચિન તેન્ડુલકર જેવી સેલિબ્રિટીઝ સામેલ થશે. આ મહેમાનો માટે 22 ચાર્ટર વિમાનોની વ્યવસ્થા કરવામાં આવી છે અને 70 લક્ઝરી કારો તેમને સવાઈ માધોપુર લઈ જશે. ઉતારાની વ્યવસ્થાનું વેડિંગ વેનુ આશરે 25-30 કિલોમીટર દૂર છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular