Thursday, July 17, 2025
Google search engine
HomeNewsEntertainmentલતા મંગેશકરને કોરોના થતાં આઈસીયૂમાં દાખલ

લતા મંગેશકરને કોરોના થતાં આઈસીયૂમાં દાખલ

મુંબઈઃ મહાન પાર્શ્વગાયિકા અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરને અહીં દક્ષિણ મુંબઈસ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઈન્ટેન્સિવ કેર યૂનિટ (આઈસીયૂ)માં દાખલ કરવામાં આવ્યા છે. 92-વર્ષીય લતાજીનાં ભત્રીજી રચનાસિંહે કહ્યું છે કે લતાજીને કોરોનાવાઈરસના હળવા લક્ષણો હોવાનું માલૂમ પડ્યું હતું.

લતાજીને વૃદ્ધત્વને લગતી અન્ય સમસ્યાઓ પણ છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હોવાના અહેવાલો બાદ અનેક નામાંકિત લોકોએ લતાજી જલદી સાજાં થઈ જાય એ માટે પ્રાર્થના કરી છે અને શુભેચ્છા વ્યક્ત કરી છે. લતાજીએ એમની દાયકાઓ લાંબી કારકિર્દી દરમિયાન હિન્દી ફિલ્મો સહિત અનેક ભાષાની ફિલ્મોનાં ગીતો તેમજ ભજન સહિત હજારો ગીતો ગાયાં છે. ભારતીય સંગીત ક્ષેત્રમાં આપેલાં યોગદાન બદલ એમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને ભારત રત્ન ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યા છે. હજી ગયા જ મહિને એમણે રેડિયો માધ્યમ પર ગાયિકા તરીકે એમનાં પ્રવેશના 80 વર્ષની સ્મૃતિમાં હિન્દી લખાણમાં એક ટ્વીટ કર્યું હતું. પોતે એમનાં માતાપિતાનાં આશીર્વાદ સાથે રેડિયો સ્ટુડિયોમાં જઈને જે પહેલાં બે ગીત ગાયાં હતાં એ વિશે લખ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular