Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsEntertainmentજ્યારે શ્રદ્ધા કપૂરે વરુણ ધવનને કર્યુ પ્રપોઝ ને...

જ્યારે શ્રદ્ધા કપૂરે વરુણ ધવનને કર્યુ પ્રપોઝ ને…

મુંબઈ: વરુણ ધવન તેના લૂક્સ માટે જાણીતો છે. અભિનેતાના લાખો ચાહકો છે. આજે અભિનેતા તેનો 37મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ તકે તમને અભિનેતા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો જણાવીશું.બોલિવૂડની એક હિરોઈનને એક્ટર ખૂબ જ ગમતો હતો અને તેણે એક્ટર માટે પોતાનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો,પરંતુ એક્ટરે તેનું પ્રપોઝલ સ્પષ્ટપણે નકારી દીધું હતુ.આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ શ્રદ્ધા કપૂર છે.બૉલિવૂડની સુંદર અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પોતે આ સ્ટોરી શેર કરી હતી, તે પણ એક ટીવી રિયાલિટી શોમાં, જ્યાં બંને પોતાની ફિલ્મના પ્રમોશન માટે સાથે આવ્યા હતા.

શ્રદ્ધા કપૂરને બાળપણમાં વરુણ ગમતો હતો

શ્રદ્ધા કપૂરની મજબૂત ફેન ફોલોઈંગ છે અને લોકો તેને તેની સુંદરતા તેમજ અભિનય માટે પસંદ કરે છે.હવે તમને જણાવીએ કે શ્રદ્ધા કપૂર અને વરુણ ધવન વચ્ચે પ્રેમ અને ઇનકારનો આ સીન ક્યારે થયો. વાસ્તવમાં આ ઘટના બંનેના બાળપણની છે.બંને સાથે ભણતા હતા અને ક્યારેક ફિલ્મોના શૂટિંગના કારણે માતા-પિતા સાથે જતા હતા. એકવાર બંને એકસાથે ગયા હતા ત્યારે આવું બન્યું હતું. શ્રદ્ધા વરુણને પસંદ કરતી હતી અને તે તેને આ વાત કહેવા માંગતી હતી. આવી સ્થિતિમાં તેણે પોતાનું મન બનાવી લીધું અને વરુણને પહાડો પર લઈ ગઈ. તે નર્વસ થઈ ગઈ હતી તો ઉલટું આઈ લવ યુ કહી દીધું હતું. એક ઈન્ટરવ્યુમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે’મેં વરુણને કહ્યું કે હું કંઈક કહીશ,પરંતુ હું નર્વસ થઈ ગઈ અને મેં સીધુ આઈ લવ યુ કહી દીધું.મને લાગ્યું કે તે મને જવાબ આપશે.અભિનેત્રી ત્રણ જાદુઈ શબ્દો સાંભળવા માટે તૈયાર હતી,પરંતુ વરુણે તેને ના કહી દીધી, તે પણ સીધા અને સ્પષ્ટ શબ્દોમાં.

વરુણને લાગ્યુ કે શ્રદ્ધાએ મજાક કરી

જ્યારે શ્રદ્ધાએ બધાની સામે આ વાત કહી તો વરુણ ધવને કહ્યું કે તેને લાગ્યું હતું કે શ્રદ્ધા તેની મજાક કરી રહી છે. એટલા માટે તેણે ના પાડી. આ સિવાય વરુણે એમ પણ કહ્યું હતું કે તે સમયે તેને પણ શ્રદ્ધા પર ક્રશ હતો.તમને જણાવી દઈએ કે શ્રદ્ધા કપૂર,વરુણ ધવન અને ટાઈગર શ્રોફ ક્લાસમેટ રહી ચૂક્યા છે. ટાઈગર શ્રોફને પણ શ્રદ્ધા ઘણી પસંદ આવી હતી.બસ,એ વખતે ત્રણેય યુવાન હતા એટલે કંઈ થયું નહોતું.

આ ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું

નોંધનીય છે કે શ્રદ્ધા કપૂર અને વરુણ ધવને ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. બંને ‘ABCD 2’, ‘નવાબઝાદે’ અને ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં સાથે જોવા મળ્યા હતાં. બંનેની જોડીને લોકોએ ખૂબ પસંદ કરી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular