Friday, October 3, 2025
Google search engine
HomeNewsEntertainmentરણબીર કપૂરે ટીકા કરી એટલે ઉર્ફીએ કહ્યું, 'ભાડ મેં જાયે રણબીર'

રણબીર કપૂરે ટીકા કરી એટલે ઉર્ફીએ કહ્યું, ‘ભાડ મેં જાયે રણબીર’

મુંબઈઃ અવારનવાર નીતનવા ફેશનેબલ અને અત્યંત જ ઉત્તેજક ડ્રેસ પહેરીને જાહેરમાં ઉપસ્થિત થઈને ટીકાને પાત્ર બનેલી મોડેલ અને ટીવી અભિનેત્રી ઉર્ફી જાવેદની ડ્રેસ સેન્સની બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર-ખાને જોકે પ્રશંસા કરી છે, પરંતુ કરીનાનાં પિતરાઈ ભાઈ રણબીર કપૂરે ઉર્ફીની ટીકા કરી છે.

તાજેતરમાં એક ચેટ શોમાં કરીના અને રણબીર, બંને ભાઈ-બહેન ઉપસ્થિત રહ્યાં હતાં. તે ચેટ શો મહિલાઓને અનુલક્ષીને હતો. એમાં હોસ્ટ તરીકે કરીના જ હતી. તેમાં કરીના રણબીરને એક પછી એક તસવીર બતાવે છે અને રણબીરે તેને ‘સારું’ કે ‘ખરાબ’ માત્ર એટલું જ કહેવાનું હતું. કરીનાએ જ્યારે ઉર્ફીની તસવીર બતાવી ત્યારે રણબીર બોલ્યો, ‘આ તો ઉર્ફી છે. હું આ પ્રકારની ફેશનની પસંદ કરતો નથી. પરંતુ તમે આજે દુનિયામાં જે માહોલમાં રહો છો ત્યારે…’ ત્યાં જ કરીનાએ વચમાં જ એને બોલતો અટકાવી દીધો અને પૂછ્યું કે ‘આ ફોટો સારો છે કે ખરાબ એટલું જ બોલ.’ એટલે રણબીરે જવાબ આપ્યોઃ ‘ખરાબ’.

બાદમાં અન્ય એક કાર્યક્રમમાં જ્યારે ઉર્ફીને રણબીરની ખરાબ ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે ઉર્ફીએ કહ્યું, ‘ભાડ મેં જાયે રણબીર. કરીના કપૂરે તો મારાં વખાણ કર્યાં છે, હવે રણબીરની ઔકાત શું છે?’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular