Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentકુન્દ્રાને બહાને કંગનાએ ફરી બોલીવૂડ પર નિશાન સાધ્યું

કુન્દ્રાને બહાને કંગનાએ ફરી બોલીવૂડ પર નિશાન સાધ્યું

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ રાજ કુંદ્રાને અશ્લીલ ફિલ્મો બનાવવા અને OTT એપ્લિકેશન પર અપલોડ કરવાના આરોપસર મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બોલીવૂડ એક્ટ્રેસ કંગના રણોતે રાજ કુંદ્રાના પોર્નોગ્રાફી મામલે ધરપકડ પર પ્રતિક્રિયા આપતાં ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. તેણે એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કહ્યું હતું કે તે (પોર્નોગ્રાફી સ્કેન્ડલ્સ) એટલા માટે ફિલ્મ ઉદ્યોગને ગટર કહે છે.

તેણે લખ્યું હતું કે મુવી ઇન્ડસ્ટ્રીને ગટર એટલા માટે કહું છું, કેમ કે દરેક પીળી વસ્તુ સોનું નથી હોતી. જેથી હું મારી અપકમિંગ પ્રોડક્શન ફિલ્મ ‘ટીકુ વેડ્સ શેરુ’માં ફિલ્મઉદ્યોગની છુપાયેલી વાતોનો પર્દાફાશ કરીશ. આપણને એક મજબૂત મૂલ્ય પ્રણાલી અને વિવેકની જરૂર છે.

કંગના રણોત ‘મણિકર્ણિકા’ના બેનર હેઠળ ‘ટીકુ વેડ્સ શેર’ની ફિલ્મ બનાવી રહી છે, જેમાં નવાજુદ્દીન સિદ્દીકી મુખ્ય ભૂમિકામાં છે. એ ફિલ્મના ડિરેક્ટર સાંઈ કબીર છે અને એ રણોતનું પહેલું ડિજિટલ મિડિયા સાહસ છે.  

ઇન્ટરનેટ પર પોર્ન બનાવીને અપલોડ કરવા સાથે સંકળાયેલા મામલે બિઝનેસમેન રાજ કુંદ્રાની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી. એ કૌભાંડ સંબંધિત ફેબ્રુઆરી, 2021ના મામલે એક મુખ્ય આરોપી છે, એમ મુંબઈ પોલીસે કહ્યું હતું. કુંદ્રા થાપરની સાથે એક એપની કંપનીમાં સિનિયર પોઝિશન પર કામ કરી ચૂક્યો છે. તે 23 જુલાઈ સુધી પોલીસ હિરાસતમાં રહેશે. બોલીવૂડ એક્ટ્રેસિસ પૂનમ પાંડે અને શર્લિન ચોપડાએ કહ્યું હતું કે કુંદ્રાને કારણે એડલ્ટ ફિલ્મ બનાવવા માટે ફિલ્મ ઉદ્યોગમાં ઊતર્યા હતા.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular