Friday, July 18, 2025
Google search engine
HomeNewsEntertainment'રામાયણ'માં કયો સીન કરવો અરૂણ ગોવિલને સૌથી મુશ્કેલ જણાયો હતો?

‘રામાયણ’માં કયો સીન કરવો અરૂણ ગોવિલને સૌથી મુશ્કેલ જણાયો હતો?

મુંબઈઃ રામાનંદ સાગરની રામાયણનો છેલ્લો એપિસોડ દૂરદર્શન પર પ્રસારિત કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન રામાયણના દર્શકો પણ ખૂબ ભાવુક થઈ ગયા હતા. રામાયણને લઈને ગઈકાલે રાત્રે ટ્વીટર પર #Ramayana, #UttarRamayanfinale જેવા કેટલાય હેશટેગ ટ્ર્રે્ન્ડ થયા. આના પર લોકો કેટલાય પ્રકારની ચર્ચા કરતા પણ દેખાયા. તો આ વચ્ચે રામાયણમાં ભગવાન રામનું પાત્ર નિભાવનારા અભિનેતા અરુણ ગોવિલે સોશિયલ મીડિયા દ્વારા આ શો સાથે સંબંધિત એક જાણકારી આપી છે. તેમણે રામ તરીકે આ શોમાં પોતાના સૌથી મુશ્કેલ સીન વિશે જાણકારી આપી છે.  હકીકતમાં સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે સીધી વાત કરવા માટે રામાયણના અભિનેતા અરુણ ગોવિલે #AskArun દ્વારા પણ તમામ પ્રશ્નોના જવાબો આપ્યા. આ વચ્ચે એક ફેને તેમને રામાયણના સૌથી મુશ્કેલ સીનને લઈને પ્રશ્ન કર્યો હતો. એનો જવાબ આપતા ગોવિલે કહ્યું કે, રાજા દશરથના મૃત્યુના સમાચાર સાંભળવા અને તેના પર પ્રતિક્રિયા આપવી – એ સીન મારે માટે સૌથી મુશ્કેલ હતો.

સાથે જ તેમણે ફેન્સના અન્ય કેટલાય પ્રશ્નોના જવાબ ખૂબ સહજતાથી આપ્યા. એક ચાહકે પૂછ્યું કે, કોરોના વાયરસથી ક્યારે મુક્તિ મળશે પ્રભુ? આ મામલે ગોવિલે જણાવ્યું કે, બધા લોકોના પ્રયાસોથી જલ્દી જ કોરોનાને હરાવી શકીશું.

તેમણે આ જવાબ દ્વારા ફેન્સને કોરોના વાયરસથી લડવા અને સુરક્ષા માટે પ્રયત્નો તેજ કરવા પણ કહ્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular