Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentગાંધી જયંતી નિમિત્તે બોલીવૂડ હસ્તીઓની બાપુને શ્રદ્ધાંજલિ

ગાંધી જયંતી નિમિત્તે બોલીવૂડ હસ્તીઓની બાપુને શ્રદ્ધાંજલિ

મુંબઈઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારો અને તેમણે સૂચવેલા અહિંસાના માર્ગને દેશવાસીઓને પ્રભાવિત કર્યા જ છે, પણ સાથે દુનિયાના તમામ દેશોએ એ વિચારોને આત્મસાત્ કર્યા છે. બોલીવૂડ કલાકારોએ મહાત્મા ગાંધીને 151મી જન્મ જયંતી પર યાદ કર્યા હતા. સેલિબ્રિટિઝે રાષ્ટ્રપિતાના જીવનથી પ્રેરણા લેતા અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપતાં ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર તેમને યાદ કર્યા હતા.

તાપસી પન્નુએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘એક આંખના બદલામાં આંખ તો વિશ્વને આંધળું બનાવી દે છે, અમને ફરીથી તમારી જરૂર છે… હેપી બર્થડે બાપુ.’

અનુષ્કા શર્માએ પોસ્ટ કર્યું હતું કે, ‘આપણા રાષ્ટ્રપિતાને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ, જેમણે દયા અને કરુણાથી વિશ્વને પ્રેરિત કર્યું, મને આશા છે કે તેમણે આપણને દરેક જણના દિલમાં રહેવાનું શીખવાડ્યું છે.’

ક્રીતિ સેનને લખ્યું છે કે, ‘ગાંધીજીના કેટલાંક ક્વોટ્સ, જેના પર હું વિશ્વાસ કરું છું…એ આશ્ચર્યજનક છે કે એ આજના સમયમાં પણ પ્રાસંગિક છે.’

‘ગાંધીજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપવી અને તેમને યાદ કરવા. આપણે તેમની સાદગી, સત્ય અને અહિંસાની બાબતોનું પાલન કરતા રહેવું જોઈએ,’ એમ ભૂમિ પેડણેકરે ટ્વીટ કર્યું હતું.

અનિલ કપૂરે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ‘ગાંધી માય ફાધર, તમને સૌને બહુ બહુ શુભકામનાઓ. તેમણે ગાંધી માય ફાધરનો ઉલ્લેખ કરતાં ટ્વીટમાં લખ્યું હતું કે સમીક્ષકો દ્વારા પ્રશંસિત ફિલ્મ જે તેમણે 2007માં બનાવવામાં આવી હતી.’

કાજોલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, ‘નબળાને ક્યારેય માફ ના કરી શકાય. ક્ષમા વીરોનું આભૂષણ છે-મહાત્મા ગાંધી.’

‘ગાંધી જયંતી આજે. મહાત્મા દ્વારા આપણને અંગ્રેજોથી સ્વતંત્રતા અપાવવા બદલ ગાંધીજીનો ખૂબ આભાર,’ એમ હેમા માલિનીએ ટ્વીટ કર્યું હતું.

મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતી પર યાદ કરતાં શબાના આઝમીએ લખ્યું કે, ‘તેમના માર્ગદર્શનથી આપણને અંધકારમાંથી બહાર નીકળવા પ્રકાશ આપવા બદલ.’

‘MK ગાંધીને જન્મદિવસની શુભકામનાઓ. તેમનું જીવન એ જ આપણા માટે સંદેશ છે. આવો, ભારત એવી જગ્યા છે, જ્યાં સમાનતા છે. સારે જહાં સે અચ્છા, ગાંધીનું ભારત હજી પણ આપણું થઈ શકે છે,’ એમ કમલ હાસને ટ્વીટ કર્યું હતું.

ફિલ્મનિર્માતા શેખર કપૂરે ટ્વીટ કર્યું હતું કે, ‘જીવનનો પાઠ, મહાત્મા ગાંધીના ફોટોને દીવાલો પર  સુશોભિત ના કરતા, ચલો, તેમનાથી આપણને અલગ ના કરીએ અને તેમણે શીખડાવેલું આપણા હૃદયમાં ઉતારીએ.’

સિદ્ધાર્થ મલહોત્રાએ લખ્યું હતું કે, ‘અહિંસાની સાથે હિંસાને બંધ કરીને તેમના આદર્શ આપણને લડાઈ લડવાની શક્તિ આપે છે. એકસાથે હળીમળીને ચાલો અને દ્વેષ અને નકારાત્મકતાના પ્રસાર ફેલાવાથી બચીએ.’

સિંગર અદનાન સામીએ શેર કર્યું હતું કે, ‘પહેલા તો એ તમને અવગણશે, એ પછી તેઓ તમારા પર હસશે, પછી તેઓ આપસમાં લડશે, એ પછી તમે જીતી જશો-મહાત્મા ગાંધી.’

દિયા મિર્ઝાએ ટ્વીટ કર્યું હતું કે, ‘ખુદને શોધવાનો સૌથી સારો રસ્તો છે, અન્યોની સેવામાં ખુદને ઓગાળી દો. હેપ્પી ગાંધી જયંતી.’

ઇમરાન હાશ્મીએ લખ્યું હતું કે, ‘સૌમ્ય રીતે પણ તમે વિશ્વને હચમચાવી શકો છો-મહાત્મા ગાંધી.’

આ ઉપરાંત બોલીવૂડ સ્ટાર્સ અર્જુન કપૂર, કેટરિના કેફ, કરીના કપૂર-ખાન, વરુણ ધવન, આફતાબ શિવદાસાની, સોનમ કપૂર, શિલ્પા શેટ્ટી અને અન્યોએ સોશિયલ મિડિયા પર તેમના ક્વોટ્સ મૂકીને ગાંધીજીને યાદ કર્યા છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular