Friday, May 23, 2025
Google search engine
HomeNewsEntertainmentકેરિયરની પિક પર કિમી કાટકરે આ કારણે છોડ્યું બોલીવૂડ

કેરિયરની પિક પર કિમી કાટકરે આ કારણે છોડ્યું બોલીવૂડ

પણજીઃ આજે વાત બોલીવૂડની એક એવી એક્ટ્રેસ કે જેનો 90ના દાયકામાં જલવો હતો. આ એક્ટ્રેસની ફિલ્મજગતમાં લાંબી ઇનિંગ્સ તો નહોતી, પણ યાદગાર જરૂર હતી. હા, આપણે વાત કરી રહ્યા છીએ બોલીવૂડની ટાર્ઝન ગર્લને નામે જાણીતી થયેલી એક્ટ્રેસ કિમી કાટકરની.

કિમીએ માત્ર 20 વર્ષની ઉંમતે ગ્લેમર વર્લ્ડમાં ડગ માંડ્યાં હતાં. કિમીની પહેલી ફિલ્મનું નામ હતું ‘પથ્થર દિલ.’ આ ફિલ્મમાં કિમીએ નાનકડી ભૂમિકા ભજવી હતી. એ પછી તેણે અનેક ફિલ્મમાં કામ કર્યું હતું.

કિમીને બોલીવૂડમાં ઓળખ ફિલ્મ ‘એડવેન્ચર ઓફ ટાર્ઝન’થી મળી હતી. આ ફિલ્મમાં કિમી કાટકરે ઘણા બોલ્ડ સીન આપ્યા હતા, જેથી તે રાતોરાત લોકપ્રિય થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પછી લોકો તને ટાર્ઝન ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતા. એ પછી કિમી કાટકરને ‘હમ’નું ગીત ‘જુમ્મા ચુમ્મા’થી જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી, જે ગીત કિમી અને અમિતાભ બચ્ચન પર ફિલ્માવાયેલું હતું. એ ગીત આજ સુધી લોકોની વચ્ચે ચર્ચિત છે.

કિમીએ ફિલ્મી દુનિયાને 1992માં અલવિદા કહી દીધી હતી. જોકે તેનું નામ અનેક એક્ટર સાથે ઊછળ્યા હતા, પણ એ પછી તેણે ફોટોગ્રાફર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યાં હતાં. એ પછી ફેમિલી લાઇફમાં વ્યસ્ત થઈ ગઈ હતી અને એક પુત્રની માતા પણ બની ગઈ છે.  એ પછી તે પતિ સાથે ઓસ્ટ્રેલિયા ચાલી ગઈ હતી અને કેટલાંક વર્ષો વિદેશમાં રહ્યા પછી ફરી ભારત આવી ગઈ છે અને હવે તે ગોવામાં પરિવાર સાથે રહે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular