Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentટીવી પર કમાણીની દ્રષ્ટિએ ફિલ્મી હસ્તીઓમાં આ છે ‘બિગ બોસ’

ટીવી પર કમાણીની દ્રષ્ટિએ ફિલ્મી હસ્તીઓમાં આ છે ‘બિગ બોસ’

મુંબઈઃ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીને ભલે નાનો પડદો કહેવામાં આવે, પરંતુ કમાણીને મામલે એ ઘણી મોટી થઈ ચૂકી છે. હવે એ દિવસો ગયા કે જેમાં ટીવીસ્ટારને ફિલ્મસ્ટારની તુલનાએ ઓછી કમાણી થતી હતી. હવે કેટલાય ટીવીસ્ટારોની કમાણી બોલીવૂડ સેલેબ્સથી પણ વધુ છે.

 અમે તમને એવા ટીવીસ્ટારો વિશે જણાવીએ છીએ, જેઓ એક-એક એપિસોડની તગડી ફી વસૂલે છે. હવે ટીવી પર આવતા ફિલ્મસ્ટારો, ગેમ શો અને રિયલ્ટી ટીવીએ ઘણુંબધું બદલી કાઢ્યું છે.ટીવી પર સૌથી વધુ કમાણી કરતી હસ્તીઓ

ટીવી પર સૌથી વધુ કમાણી કરતી મશહૂર હસ્તીઓ મોટે ભાગે ફિલ્મી હસ્તીઓ છે, જેમાં તેઓ કોઈને કોઈ શો હોસ્ટ કરી રહ્યા છે. – પછી ભલે તે ‘ધ કપિલ શર્મા શો’ના કપિલ શર્મા હોય, ‘લોક અપ’ની કંગના રણોત હોય ‘કૌન બનેગા કરોડપતિ’ના અમિતાભ બચ્ચન હોય કે પછી ‘કોફી વિથ કરણ જૌહર’ હોય- જોકે આ બધા સિને આઇકન એપિસોડદીઠ રૂ. એક કરોડ કે એનાથી વધુ ચાર્જ વસૂલે છે. આ ફિલ્મ કમ ટીવીસ્ટારોની સીઝનની કમાણી કેટલાક ટોચના ફિલ્મસ્ટારોની ફિલ્મની કમાણી કરતી ઘણી વધુ છે, પણ સલમાન ખાને આ બધાને પાછળ રાખી દીધા છે. સુપરસ્ટાર સલમાન ખાન લોકપ્રિય રિયલ્ટી શો ‘બિગ બોસ’ને હોસ્ટ કરવા માટે ક્યાંય વધુ રકમ વસૂલે છે. ગયા વર્ષે અનેક રિપોર્ટોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાને ‘બિગ બોસ-16’ની સીઝન માટે રૂ. 1000 કરોડની કમાણી કરી હતી.  જોકે નવી સીઝન માટે સલમાન ખાન પ્રતિ સપ્તાહ રૂ. 25 કરોડ ચાર્જ કરી રહ્યો છે. એટલે કે કે પ્રતિ એપિસોડ રૂ. 12.50 કરોડ વસૂલી રહ્યો છે. આ એક્ટર ટીવી પર સૌથી વધુ કમાણી કરનાર ભારતીય હસ્તી બની ગયો છે. એના સિવાય ઊંચી કમાણી કરનાર ટીવી સ્ટારોમાં રૂપા ગાંગુલી, હીના ખાન, રોનિત રોય અને રામ કપૂર સામેલ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular