Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentરામાયણના પુનઃપ્રસારણ પહેલાં જ આ કલાકારોએ દુનિયા છોડી

રામાયણના પુનઃપ્રસારણ પહેલાં જ આ કલાકારોએ દુનિયા છોડી

નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે આખા દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે આ સમય દરમિયાન ડીડી નેશનલ પર બે વાર રામાયણનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે કે જેને જે-તે સમયમાં અદભૂત સફળતા મળી હતી. રામાયણના રી-ટેલીકાસ્ટે દર્શકોને એ સમયમાં પહોંચાડી દીધા છે કે જ્યારે રામાયણના પ્રસારણ દરમિયાન રોડ પર સન્નાટો છવાઈ જાતો હતો. રામાયણની જૂની યાદો વચ્ચે મુખ્ય ભૂમિકા નિભાવનારા કલાકાર પણ યાદોમાં પાછા ફરીને આવ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ પૈકીના કેટલાય કલાકારો હવે આ દુનિયામાં રહ્યા નથી.

સુગ્રીવ (શ્યામ સુંદર કલાની)- સંયોગની વાત છે કે રામાયણના પુનઃ પ્રસારણના બે દિવસ પહેલા જ શ્યામ સુંદર કલાની આ દુનિયામાંથી ચાલ્યા ગયા. શ્યામ સુંદરે રામાયણમાં સુગ્રીવ અને બાલીનું પાત્ર નિભાવ્યું હતું. તેમણે કેટલીક હિંદી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. રામાયણમાં સુગ્રીવના પાત્રએ તેમને ખૂબ પ્રસિદ્ધી અપાવી હતી. કલાનીનું નિધન 26 માર્ચના રોજ થયું હતું.

હનુમાન (દારા સિંહ)- હનુમાનનું પાત્ર રામાયણના સૌથી લોકપ્રિય પાત્રોમાં સમાવિષ્ટ છે. આ પાત્રને દારા સિંહે નિભાવ્યું હતું. તે સમયે દારા સિંહની ઉંમર 60 વર્ષ થઈ ચૂકી હતી. તેમનું નિધન 2012 માં થયું હતું.

મંથરા (લલીતા પવાર)- મંથરા સંભવતઃ રામાયણના એ પાત્રોમાં જોડાયેલા છે કે જેને સૌથી વધારે નફરત મળી હોય. ભગવાન રામને 14 વર્ષ માટે વનવાસ પર મોકલવા માટે મંથરાને જ જવાબદાર માનવામાં આવે છે. આ પાત્રને વેટરન એક્ટ્રેસ લલિતા પાવારે નિભાવ્યું હતું. હિંદી ફિલ્મોમાં લલિતા પવારનું લાંબુ યોગદાન રહ્યું છે. લલિતા પવારનું નિધન રામાયણના પ્રથમ પ્રસારણ દરમિયાન 1988 માં થયું હતું.

વિભિષણ (મુકેશ રાવલ)- રાવણના નાના ભાઈ વિભિષણનું પાત્ર મુકેશ રાવલે નિભાવ્યું હતું. નુકેશે હિંદી અને ગુજરાતી ફિલ્મો અને સીરીયલોમાં કામ કર્યું છે. વર્ષ 2016 માં તેમનું નિધન થઈ ગયું હતું. તેમનો મૃતદેહ રેલવે ટ્રેક પર મળી આવ્યો હતો.

જનક (મૂલરાજ રાજદા) – સીતાના પિતા મિથિલા નરેશ જનકનું પાત્ર મૂલરાજ રાજદાએ નિભાવ્યું હતું. મૂલરાજ હિંદી અને ગુજરાતી ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય હતા. તેમણે વિક્રમ અને વેતાળ સિવાય વિશ્વામિત્ર સિરીયલમાં વશિષ્ઠ મુનીનો રોલ નિભાવ્યો હતો. તેમનું અવસાન 2012 માં થયું હતું.

કૌશલ્યાઃ જયશ્રી ગડકરે રામાયણમાં રામના માતા કૌશલ્યાનું પાત્ર નિભાવ્યું હતું. જયશ્રી ગડકર હિંદી અને મરાઠી ફિલ્મોની વેટરન એક્ટ્રેસ હતી. તેમનું નિધન વર્ષ 2008 માં થયું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular