Monday, August 11, 2025
Google search engine
HomeNewsEntertainmentઅયોધ્યામાં લતા દીદીને નામે ક્રોસરોડ બનશે

અયોધ્યામાં લતા દીદીને નામે ક્રોસરોડ બનશે

અયોધ્યાઃ ભારત રત્ન અને સૂર સમ્રાજ્ઞી સ્વ. લતા મંગેશકરના સન્માનમાં અયોધ્યામાં એક ન્યુ ક્રોસ રોડ (ચાર રસ્તા) બનાવવામાં આવશે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ આ  અયોધ્યાની સમીક્ષા બેઠકમાં અયોધ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ આપ્યા છે અને આ માટેની એક દરખાસ્ત સરકારને 15 દિવસમાં મોકલી આપવા આદેશ છે. આ ઉપરાંત તેમણે એ પણ નિર્દેશ આપ્યા છે કે શહેરમાં લતાજીના અવાજમાં ભગવાન શ્રીરામ અને હનુમાનના ગીત અને ભજન વગાડવામાં આવે.

લતા દીદીનો જન્મ 28 સપ્ટેમ્બર, 1929એ થયો હતો અને તેમની કારકિર્દીની શરૂઆત 1942માં માત્ર 13 વર્ષની વયે થઈ હતી. તેમણે તેમની કેરિયરમાં 50,000થી વધુ ગીતો ગાયાં છે. તેમણે દેશ અને વિદેશની 36 ભાષાઓમાં પોતાની સુરીલી અવાજનો જાદુ પાથર્યો છે. વર્ષ 2001માં કેન્દ્ર સરકારે તેમને ભારત રત્નથી સન્માનિત કરી હતી.

તેમનું નિધન 92 વર્ષની વયે છઠ્ઠી ફેબ્રુઆરી, 2021એ થયું હતું. તેમને કોવિડ-19 પછીનાં કોમ્પ્લિકેશન્સ થયાં હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુંબઈમાં લતા દીદીની અંતિમ યાત્રામાં સામેલ થયા હતા.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular