Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentકિયારા માટે ગાર્ડે ખોલ્યો દરવાજો, યુઝર્સે ટ્રોલ કરી

કિયારા માટે ગાર્ડે ખોલ્યો દરવાજો, યુઝર્સે ટ્રોલ કરી

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી યૂથની પહેલી પસંદગી છે. હાલમાં ટોપલેસ ફોટોશૂટ કરાવનારી કિયારા સોશિયલ મિડિયા પર છવાયેલી છે. તે તેના હોટ ફોટો શૂટને કારણે નહીં પણ કંઈક એવું કરવા માટે તે ટ્રોલના નિશાના પર આવી ગઈ. જ્યાં એક તરફ ફેન્સ કિયારાની અદાઓના દીવાના છે, તો કેટલાક યુઝર્સે એક્ટ્રેસની સોશિયલ મિડિયા પર ક્લાસ લઈ લીધો હતો. હાલમાં કિયારા સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે પહોંચી હતી. એ દરમ્યાન તે ટ્રોલ થવા લાગી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી સિદ્ધાર્થ મલ્હોત્રા અને એક્ટ્રેસના લિન્કઅપના ન્યૂઝ સામે આવી રહ્યા છે. જોકે બંને જણ ખૂલીને એ સંબંધનો સ્વીકાર નથી કરતાં. બુધવારે કિયારાને સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જ્યારે કિયારા સિદ્ધાર્થના ઘરે પહોંચી તો તેના કારથી ઊતરતા સમયે એક વડીલે એક્ટ્રેસ માટે ગેટનો દરવાજો ખોલ્યો અને તેને સલામ કરી. આ વિડિયોને જોઈને યુઝર્સે કિયારા પર ભારે ગુસ્સો કર્યો. એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું હતું કે દરવાજો ખુદ નહોતી ખોલી શકતી. ઉંમર તો જો વ્યક્તિની. એકે લખ્યું તમે લોકો આવો છો ક્યાંથી, બાપની ઉંમર કરતાં મોટી વ્યક્તિ છે, એનાથી સલામ મરાવી રહી છે?’

કિયારા અડવાણી ટૂંક સમયમાં ‘શેહશાહ’માં નજરે આવવાની છે. આ ફિલ્મમાં એક્ટ્રેસની સાથે સિદ્ધાર્થ મલહોત્રા લીડ રોલમાં દેખાશે. આ સિવાય ‘જુગ જુગ જિયો’ અને ‘ભૂલ ભૂલૈયા 2’માં લીડ રોલ સાથે આવશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular