Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentડિરેક્ટરે વિક્કીના 'કામ' માગવા પર મજેદાર જવાબ આપ્યો

ડિરેક્ટરે વિક્કીના ‘કામ’ માગવા પર મજેદાર જવાબ આપ્યો

મુંબઈઃ કેટરિના કૈફ અને વિક્કી કૌશલનાં લગ્નને એક મહિનો પૂરો થયો છે. આજે નવ જાન્યુઆરી, 2022એ દંપતીની પહેલી મન્થ્લી એનિવર્સિરી સેલિબ્રેટ કરી રહ્યાં છે. વિક્કી કૌશલે હાલમાં સારાના અભિનયની પ્રશંસા કરી હતી. હાલમાં સારા અલી ખાન, અક્ષયકુમાર અને ધનુષ સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’ને દર્શકોનો પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે. આ ફિલ્મ સારાની કેરિયરની સારી ફિલ્મોમાંની એક છે. જેથી વિક્કીએ સારાની ફિલ્મની પ્રશંસા કરતાં ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ. રાય પાસે કામ માગ્યું હતું, જેનો ડિરેક્ટરે મજેદાર જવાબ આપ્યો હતો.

વિક્કીએ લખ્યું હતું કે ‘અતરંગી રે જોઈ’, મજા આવી. સારા તેં એટલું સારો અને મુશ્કેલ રોલ કેટલી સરળતાથી કર્યો છે. ધનુષ તમે જિનિયસ છો. અક્ષય કુમાર તમે તો લાજવાબ છો. તેણે ડિરેક્ટરને લખ્યું હતું કે સર, પ્લીઝ મને પણ તમારી ફિલ્મમાં કાસ્ટ કરી લો.

આનંદ એલ. રાયે વગર સમય ગુમાવ્યે વિક્કી કૌશલને જવાબ આપતાં લખ્યું હતું કે – ધન્યવાદ, મારા ભાઈ, તું કાસ્ટ નહીં થાય, તું જ્યારે થઈશ ત્યારે વાર્તા થઈશ. સારા અલી ખાને પણ વિક્કીને ધન્યવાદ કરતાં કહ્યું હતું કે આનંદ સર, મને પણ એમની સાથે ફરીથી કાસ્ટ કરજો. હાલના દિવસોમાં વિક્કી અભિનેત્રી સારા અલી ખાનની સાથે ઇન્દોરમાં લક્ષ્મણ ઉટેકરની આગામી ‘ફિલ્મ’નું શૂટિંગ કરી રહ્યો છે. સૂત્રોના જણાવ્યાનુસાર એ ‘લુક્કા ચુપ્પી’ની સિક્વલ હોઈ શકે. જોકે અત્યાર સુધી એ વાતની સત્તાવાર રીતે પુષ્ટિ નથી થઈ.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular