Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentબોલીવૂડના આ કપલ્સે વેલેન્ટાઇન ડેએ લગ્ન કર્યાં હતાં

બોલીવૂડના આ કપલ્સે વેલેન્ટાઇન ડેએ લગ્ન કર્યાં હતાં

નવી દિલ્હીઃ ફેબ્રુઆરીને પ્રેમ મહિનો કહેવામાં આવે છે. આજે વેલેન્ટાઇન ડે છે અને પ્રેમ કરતા લોકો માટે આજનો દિવસ ખાસ હોય છે. પ્રેમીઓ આજના દિવસે સાત જન્મ સાથે રહેવાનું વચન આપે છે. ફિલ્મોદ્યોગમાં એવા અનેક કપલ છે, જેમણે વેલેન્ટાઇન ડેએ સાત ફેરા લીધા હોય. આવો એવાં દંપતી વિશે જાણીએ…

મંદિરા બેદી અને રાજ કૌશલે આજે સાત જન્મો સુધી સાથ નિભાવવાનો નિર્ણય કર્યો હતો. રાજ અને મંદિરાને બે બાળકો છે. તેમણે એક પુત્રી દત્તક લીધી છે. જોકે ગયા વર્ષે રાજનું નિધન થયું છે, જે પછી મંદિરા સાવ તૂટી ગઈ હતી.

TV યુગલ રામ કપૂર અને ગૌતમી ગાડગીળની મુલાકાત શો એક મંદિરના સેટ પર થઈ હતી. સેટ પર બંને એકમેકને પસંદ કરવા લાગ્યાં હતાં. તેમણે 14 ફેબ્રુઆરી, 2003એ લગ્ન કર્યાં હતાં. બોલીવૂડ એક્ટર અરશદ વારશી અને મારિયા ગોરેટ્ટી આજના દિવસે લગ્નના બંધનમાં બંધાયાં હતાં. તેમણે 14 ફેબ્રુઆરી 1999એ લગ્નના સાત ફેરા ફર્યા હતા. બંનેની મુલાકાત એક ફેસ્ટમાં થઈ હતી. અરશદ અને મારિયાને બે બાળકો છે.

સંજય દત્તે રિયા પિલ્લઈની સાથે વેલેન્ટાઇન ડેએ લગ્ન કર્યાં હતાં. પહેલી પત્ની ઋચા શર્માના નિધન પછી સંજય દત્તે રિયા પિલ્લઈ સાથે 14 ફેબ્રુઆરી, 1998માં લગ્ન કર્યાં હતાં. જોકે આ લગ્નય વધુ સમય ટક્યાં નહોતાં અને બંને અલગ થવાનો નિર્ણય લીધો હતો.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular