Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentતાપસી પન્નુએ ‘આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું

તાપસી પન્નુએ ‘આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું

મુંબઈઃ તાપસી પન્નુ બેક-ટુ-બેક હિટ્સની સાથે ખ્યાતિ પ્રાપ્ત કરી રહી છે. તેની નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી છેલ્લી ફિલ્મ ‘હસીન દિલરુબા’ને લોકોએ ખાસ પસંદ નથી કરી, પણ ફિલ્મ ઉદ્યોગમાં એક દાયકા કરતાં વધુ સમય કામ કર્યા પછી એક્ટ્રેસિસ તેની કરિયરમાં એક વધુ માઇલસ્ટોન એડ કર્યો છે, કેમ કે તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ- ‘આઉટસાઇડર્સ ફિલ્મ્સ’ શરૂ કર્યું છે.

આ નવા સાહસ સાથે પન્નુએ પ્રાંજલ ખાંધિયા- એક કન્ટેન્ટ ક્રિએટર અને પ્રોડ્યુસર સાથે હાથ મિલાવ્યા છે. તે ‘સુપર 30’, ‘સૂરમા’, ‘પિકુ’, ‘મુબારકા’ અને ‘અઝહર’ જેવી ફિલ્મોના પ્રોડક્શનથી સંકળાયેલી રહી છે. તાપસીની ફિલ્મ ‘રશ્મિ રોકેટ’ના પ્રોડક્શનમાં પણ તેણે કામ કર્યું હતું.

પ્રોડક્શન હાઉસના લોન્ચથી ઉત્સાહિત પન્નુએ કહ્યું હતું કે હું આ નવું સાહસ શરૂ કરવા અને પ્રોડક્શન હાઉસની સાથે સિનેમા પ્રતિ પ્રેમમાં વિવિધતા લાવવા માટે ઉત્સુક છે. આઉટસાઇડર્સ ફિલ્મ્સની સાથે મારું લક્ષ્ય ફિલ્મઉદ્યોગને એ પ્રતિભાઓને સશક્ત બનાવવાનું છે, જે એક સફળતાની શોધમાં છે અને મારી જેમ કોઈ બેકગ્રાઉન્ડ નથી. પ્રાંજલ અને હું –બંને એકસાથે નવા અને તાજા ટેલેન્ટ્સ માટે કેમેરાની આગળ-પાછળ નવાં દ્વાર ખોલવા માટે ઉત્સુક છીએ.

પન્નુ એક વેડિંગ પ્લાનિંગ કંપની અને 7 એકર પુણે નામની બેડમિન્ટન ટીમની માલિક પણ છે. મેં હંમેશાં મારું પ્રોડક્શન હાઉસ સ્થાપિત કરવા વિશે વિચાર્યું. મારી 11 વર્ષની કેરિયરમાં દર્શકો અને ઇન્ડસ્ટ્રીએ મને બહુ સપોર્ટ અને પ્રેમ આપ્યો. કંપનીના નામકરણ વિશે વાત કરતાં તેણ કહ્યું હતું કે પ્રાંજલ અને મારું કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, જેથી આઉટસાઇડર્સ નામ અમને ખૂબ પસંદ આવ્યું.અમારું લક્ષ્ય અર્થપૂર્ણ મનોરંજન અને ગુણવત્તાયુક્ત કન્ટેન્ટ બનાવવાનું છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular