Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsEntertainmentતાન્હાજીનું ધમાકેદાર પ્રદર્શન યથાવત: 200 કરોડના ક્લબમાં સામેલ

તાન્હાજીનું ધમાકેદાર પ્રદર્શન યથાવત: 200 કરોડના ક્લબમાં સામેલ

નવી દિલ્હી: અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાન અભિનિત બોલીવુડ ફિલ્મ તાન્હાજી બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મ રિલીઝ થયાને બે સપ્તાહ પૂર્ણ થયા છે અને બોક્સ ઓફિસના શરુઆતના આંકડાઓને જોતા એવુ અનુમાન છે કે, તાન્હાજીએ ગયા શુક્રવારે 6 કરોડ રૂપિયાની કમાણી કરી હશે. એ હિસાબે ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 203.45 કરોડ રૂપિયાની આસપાર પહોંચ્યું હોવાનું અનુમાન છે. જોકે, હજુ સુધી કોઈ સત્તાવાર આંકડાઓ નથી મળ્યા.

તાન્હાજી 200 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ અનુસાર અજય દેવગણની તાન્હાજીએ માત્ર મુંબઈમાં 13 દિવસમાં 88 કરોડ રૂપિયાની કમાણી કરી છે. મહારાષ્ટ્રમાં ફિલ્મનું ધમાકેદાર પ્રદર્શન હજુ પણ ચાલુ છે.

દેશમાં સીએએ અને એનઆરસીને લઈને ચાલી રહેવા વિવાદ છતાં તાન્હાજીએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. અજય દેવગણની ફિલ્મ તાન્હાજી: ધ અનસંગ વોરિયરને અગાઉ વિવેચકો મિશ્રિત પ્રતિક્રિયા મળી હતી તેમ છતાં પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular