Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentતમન્નાની ‘બબલી બાઉન્સર’ ફિલ્મ ડિજિટલી રિલીઝ થશે

તમન્નાની ‘બબલી બાઉન્સર’ ફિલ્મ ડિજિટલી રિલીઝ થશે

મુંબઈઃ તમન્ના ભાટિયા અભિનીત ‘બબલી બાઉન્સર’ ફિલ્મ 23 સપ્ટેમ્બરે ડિઝની+ હોટસ્ટાર પર ડિજિટલ માધ્યમમાં રજૂ થશે. આ ફિલ્મના દિગ્દર્શક છે મધુર ભંડારકર.

સ્ટાર સ્ટુડિયોઝ અને જંગલી પિક્ચર્સ કંપનીઓના નિર્માણ હેઠળની આ ફિલ્મ કોમેડી છે, જે ઉત્તર ભારતના અસોલા ફતેપુર નામના નગરની પશ્ચાદભૂમાં બનાવવામાં આવી છે, જે બાઉન્સર ટાઉન તરીકે ઓળખાય છે. ફિલ્મ હિન્દી, તામિલ અને તેલુગુ ભાષાઓમાં રિલીઝ કરાશે. ફિલ્મમાં સૌરભ શુક્લા, અભિષેક બજાજ અને સાહિલ વૈદ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ભંડારકરના દિગ્દર્શન હેઠળ છેલ્લે 2017માં ‘ઈન્દુ સરકાર’ ફિલ્મ જોવા મળી હતી, જેમાં કૃતિ કુલ્હારી મુખ્ય ભૂમિકામાં હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular