Friday, July 18, 2025
Google search engine
HomeNewsEntertainment‘શાબાશ મિથુ’ માટે તાપસી મેળવશે 3-મહિનાની ક્રિકેટતાલીમ

‘શાબાશ મિથુ’ માટે તાપસી મેળવશે 3-મહિનાની ક્રિકેટતાલીમ

મુંબઈઃ તાપસી પન્નૂ બે સ્પોર્ટ્સ-બેઝ્ડ હિન્દી ફિલ્મમાં કામ કરી રહી છે. એક છે, ‘રશ્મી રોકેટ’, જેમાં એ રનરનો રોલ કરી રહી છે અને બીજી છે ‘શાબાશ મિથુ’, જેમાં એ બનવાની છે ભારતની મહિલા ક્રિકેટ કેપ્ટન મિતાલી રાજ. રશ્મી રોકેટનું શૂટિંગ હાલ ચાલુ છે જ્યારે ‘શાબાશ મિથુ’નું શૂટિંગ આવતા વર્ષના આરંભમાં શરૂ થશે. ‘શાબાશ મિથુ’ ફિલ્મ મિતાલી રાજનાં જીવન પર આધારિત હશે.

તાપસી છેલ્લે ‘થપ્પડ’માં જોવા મળી હતી. ‘રશ્મી રોકેટ’માં એ કચ્છની વતની રનરનાં પાત્રને ન્યાય આપી શકાય એ માટે જિમ્નેશિયમમાં કસરત કરે છે તેમજ ટ્રેક ઉપર દોડવાની સતત પ્રેક્ટિસ કરી રહી છે. આ ફિલ્મનું શૂટિંગ પૂરું થાય એ પછી ‘શાબાશ મિથુ’ માટે એની ક્રિકેટ તાલીમ શરૂ થશે.

તાપસીએ જોકે ‘શાબાશ મિથુ’ માટે મિતાલીની મિત્ર અને સાથી ક્રિકેટર નૂશીન અલ ખાદીર સાથે ક્રિકેટની તાલીમ લેવાની શરૂઆત કરી દીધી છે. ‘શાબાશ મિથુ’નાં દિગ્દર્શક રાહુલ ધોળકીયા છે જે આ પહેલાં ‘પરઝાનિયા’ અને ‘રઈસ’ બનાવી ચૂક્યા છે. ‘શાબાશ મિથુ’ને 2021ની પાંચ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનું પહેલાં નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાઈરસ લોકડાઉનને કારણે હવે આ તારીખ પાછળ જશે અને નવી તારીખ જાહેર કરાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular