Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentતાપસી પન્નુએ ‘શાબાશ મિઠ્ઠુ’નું શૂટિંગ શરૂ કર્યું

તાપસી પન્નુએ ‘શાબાશ મિઠ્ઠુ’નું શૂટિંગ શરૂ કર્યું

મુંબઈઃ બોલીવૂડ એક્ટર તાપસી પન્નુએ સોમવારથી ભારતીય મહિલા ક્રિકેટર મિતાલી રાજ પરની બાયોપિક ‘શાબાશ મિઠ્ઠુ’ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. 33 વર્ષીય એક્ટ્રેસિસ ફિલ્મના સેટ પરથી આ ફિલ્મનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ભારતીય મહિલા ક્રિકેટના કેપ્ટની ભૂમિકા ભજવી રહી છે.

પન્નુએ લખ્યું છે કે ચાલો, “Let’s go…ShabaashMithu #WomenInBlu… Day 1!

‘પરજાણિયા’ અને ‘રઈસ’ જેવી હિટ ફિલ્મોથી જાણીતા થયેલા રાહુલ ધોળકિયા આ બાયોપિક ફિલ્મને ડિરેક્ટ કરશે, જેને વાયાકોમ18 સ્ટુડિયો દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. ગયા મહિને પન્નુએ અનુરાગ કશ્યપની ‘દોબારા’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

જાન્યુઆરીમાં તેણે સ્પોર્ટ્સ આધારિત ‘રશ્મિ રોકેટ’ ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું.

ઓક્ટોબરમાં રિલીઝ થનારી ‘લૂપ લપેટા’માં અભિનેત્રી જોવા મળશે અને તે નેટફ્લેક્સ પર રજૂ થનારી ‘હસીન દિલરુબા’નો પણ હિસ્સો છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular