Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentકન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે કહ્યું, હું ભાજપમાં જોડાવાનો નથી

કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે કહ્યું, હું ભાજપમાં જોડાવાનો નથી

બેંગલુરુઃ કન્નડ સુપરસ્ટાર કિચ્ચા સુદીપે જાહેરાત અને સ્પષ્ટતા કરી દીધી છે કે પોતે કર્ણાટક વિધાનસભાની આગામી ચૂંટણી માટે રાજ્યના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્માઈને જ સમર્થન આપશે, પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે નહીં. પત્રકારો સાથેની વાતચીતમાં સુદીપે કહ્યું કે, ‘હું કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી. બોમ્માઈ સાથે મારે નાનપણથી જ સારું બને છે. હું એમને ‘મામા’ કહું છું. મારા નિર્ણયમાં રાજકારણમાં જોડાવા વિશે કે મારા વલણ વિશેનો કોઈ પ્રશ્ન જ ઉઠતો નથી. હું નાનો હતો ત્યારથી બોમ્માઈને જાણું છું. ફિલ્મ ઉદ્યોગમાં હું જ્યારે કટોકટીમાં આવી ગયો હતો ત્યારે તેઓ મારી પડખે ઊભા રહ્યા હતા. પરંતુ હું રાજકારણમાં જોડાવાનો નથી એ હું મારા પ્રશંસકોને સ્પષ્ટ કરી દઉં છું.’

દરમિયાન, બસવરાજ બોમ્મ્બાઈએ તો ચોખ્ખું જ કહ્યું છે કે, ‘સુદીપ જો મને ટેકો આપે છે તો એ ભાજપને પણ ટેકો આપે છે એમ માનવું.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular