Monday, May 19, 2025
Google search engine
HomeNewsEntertainmentSS રાજામૌલી છે બોક્સ ઓફિસના બાહુબલીઃ RRRનું રેકોર્ડ કલેક્શન

SS રાજામૌલી છે બોક્સ ઓફિસના બાહુબલીઃ RRRનું રેકોર્ડ કલેક્શન

નવી દિલ્હીઃ દક્ષિણ સુપરસ્ટાર જુનિયર NTR (Jr NTR) અને રામ ચરણની લીડ રોલવાળી અવેટેડ ફિલ્મ RRRને શુક્રવારે મોટા પડદે રિલીઝ થઈ હતી. બાહુબલી ફેમ ડિરેક્ટર SS રાજામૌલીની ફિલ્મનો જાદુ ફરી એક વાર બોક્સ ઓફિસ પર છવાઈ ચૂક્યો છે. આ ફિલ્મે પહેલા જ દિવસે રૂ. 100 કરોડનો નહીં, પણ રૂ. 200 કરોડનો આંકડો પણ પાર કરી લીધો હતો. RRRના ઓપનિંગ ડેના આંકડા એટલા ચોંકાવનારા છે, એના પર વિશ્વાસ કરવો સરળ નહીં હોય. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ ફિલ્મના પહેલા દિવસની કમાણીને લઈને સોશિયલ મિડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસે ગ્લોબલી એટલે કે વર્લ્ડવાઇડ રૂ. 223 કરોડનો જાદુઈ આંકડો પાર કરી લીધો છે. એમાં દેશમાં બધી ભાષાઓ અને પ્રદેશોમાં રૂ. 156 કરોડની કમાણી કરી છે.

મિડિયા અહેવાલોની વાત કરીએ તો રાજામૌલીની ફિલ્મે પહેલા દિને માત્રા હિન્દી વર્ઝનમાં આશરે રૂ. 17-18 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગ દ્વારા રૂ. આઠ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે પહેલા દિવસની કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે, કેમ કે એણે સૂર્યવંશીં પછી બીજી સર્વશ્રેષ્ઠ ઓપનિંગ હાંસલ કરી છે. આ ફિલ્મે પહેલા દિવસે રૂ. 26.11 કરોડનું કલેક્શન કર્યું હતું.

આ ફિલ્મથી બોલીવૂડના સ્ટાર આલિયા ભટ્ટ અને અજય દેવગને સાઉધ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. 1920ની વાર્તા પર આધારિત RRRને દર્શકોએ રામ ચરણ અને જુનિયર NTRની શાનદાર એક્ટિંગની પ્રશંસા કરતાં સકારાત્મક પ્રતિક્રિયા આપી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular