Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsEntertainmentસોનમે સોફા પર ફોટો-શૂટ કરવા બદલ પતિની માફી માગી

સોનમે સોફા પર ફોટો-શૂટ કરવા બદલ પતિની માફી માગી

લંડનઃ બોલીવૂડ એક્ટ્રેસ સોનમ કપૂરે હાલમાં લંડનવાળા ઘરમાં રૂ. 18 લાખના સોફા પર બૂટ પહેરીને ફોટો શૂટ કરાવ્યું હતું, જેના ફોટા સોશિયલ મિડિયા પર છવાયેલા છે. આ ફોટો જોઈને સોનમના પતિ આનંદ આહુજાએ એવું રિએક્ટ કર્યું કે સોનમે સોફા પર બૂટમાં ફોટો ખેંચાવવા બદલ માફી માગવી પડી.

સોનમ કપૂરે આ ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ ફોટોમાં તે પર્પલ કલરની ડ્રેસ અને બ્લેક બૂટ પહેરીને સોફા પર ઊભા થઈને પોઝ આપતી નજરે ચઢે છે. સોનમના આ ફોટો જોઈને આનંદ આહુજાએ કોમેન્ટ કરી હતી કે હવે હું જ્યારે પણ આ કાઉચ પર બેસીશ તો મારા મગજમાં હંમેશાં આ ફોટો જ આવશે. એની સાથે તેમણે કેટલાક સ્માઇલી અને કિસવાળા ઇમોજી પણ બનાવો.

આનંદ આહુજાની આ કોમેન્ટ પર સોનમ કપૂરે જવાબમાં લખ્યું હતું કે સોરી, હું તમારા કાઉચ પર ઊભી થઈ. આ ત્રણ સીટર કાઉચની કિંમત આશરે રૂ. 18 લાખ છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરીને સોનમ કપૂરે લખ્યું છે, હું પહેલાં આ વાત લઈને નર્વસ હતી કે ઘર અને ઓફિસ કોઈના માટે ખોલું, પણ ફરી અહેસાસ થયો કે હું મજબૂત હાથોમાં છું. હવે હું મારા આશિયાનાનો ફોટો શેર કરીને બહુ ઉત્સાહિત છું. સોનમ કપૂરે ઘરનાં ખૂબસૂરત ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular