Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentસોનાક્ષી સિંહા 'મુજરો' કરવા માટે ‘કથક’ શીખશે

સોનાક્ષી સિંહા ‘મુજરો’ કરવા માટે ‘કથક’ શીખશે

મુંબઈઃ સંજય લીલા ભણસાળી ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નું શૂટિંગ પૂરું કરીને એ જ સેટ પર આગામી પ્રોજેક્ટ ‘હીરા મંડી’નો પ્રારંભ કરી ચૂક્યા છે. ‘હીરા મંડી’ એક વેબ સિરીઝ છે, જે ‘પાકિઝા’ અને ‘ઉમરાવ જાન’ની થિમ પર બનશે, પણ એ ઘણી અલગ હશે. એ સિરીઝ રેડ લાઇટ એરિયામાં જન્મેલી એક વાર્તા છે.

આ સિરીઝમાં કેટલીય હિરોઇન નજરે ચઢશે, જેમાં એક મુખ્ય ભૂમિકા માટે સોનાક્ષી સિંહાને પસંદ કરવામાં આવી છે. સોનાક્ષીનું નામ ઘણા સમયથી આ સિરીઝ સાથે જોડાઈ રહ્યું હતું. સોનાક્ષીએ આ પ્રોજેક્ટ માટે ‘કથક’ના ક્લાસ લેવાનું પણ શરૂ કરી દીધું છે. આ સિરીઝમાં તે મુજરો કરતી દેખાશે, જેના માટે સંજય લીલા ભણસાળી મોટા પાયે તૈયારી કરી રહ્યા છે.

‘હીરા મંડી’ નેટફ્લિક્સ પર રિલીઝ થશે, જોકે સંજય લીલા ભણસાળી એ સિરીઝને ખુદ ડિરેક્ટ નહીં કરે. આ સિરીઝમાં હુમા કુરેશી, કાર્તિક આયર્ન, મનીષા કોઈરાલા, નિમ્રત કૌર અને સયાની ગુપ્તા મુખ્ય ભૂમિકાઓમાં દેખાશે. સોનાક્ષી સિંહા આ પ્રોજેક્ટ માટે ઘણી ઉત્સાહિત છે. વળી સોનાક્ષી કરતાં પણ આ પ્રોજેક્ટ માટે તેના પિતા શત્રુઘ્ન સિંહા ઘણા ઉત્સાહિત છે. તેઓ ઇચ્છે છે કે સોનાક્ષીની ફિલ્મોગ્રાફીમાં સંજય લીલા ભણસાળીનું નામ જોડાઈ જાય.

સોનાક્ષી સિંહાએ પણ ડિજિટલ ડેબ્યુની તૈયારી શરૂ કરી દીધી છે. તેની રોમેન્ટિક કોમેડી ‘બુલબુલ તરંગ’ આ વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. આ સિવાય તે રિમા કાગતીની એક ફિલ્મમાં પણ દેખાશે. આ બંને પ્રોજેક્ટ ડિજિટલ રિલીઝ માટે છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular