Friday, December 19, 2025
Google search engine
HomeNewsEntertainmentસોનાક્ષી પોલીસની વર્દીમાં: OTT પર વેબસિરીઝમાં ચમકશે

સોનાક્ષી પોલીસની વર્દીમાં: OTT પર વેબસિરીઝમાં ચમકશે

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઘણા વખતથી રૂપેરી પડદા પરથી ગાયબ રહી છે. એનાં પ્રશંસકો અને દર્શકો એને જોવા આતુર છે. સમાચાર એ છે કે સોનાક્ષી ટૂંક સમયમાં જ દબંગ અંદાઝમાં – એક નવા જ – પોલીસ ઈન્સ્પેક્ટરનાં રોલમાં જોવા મળશે. સોનાક્ષી તેનાં આ નવા પ્રોજેક્ટની જાહેરાત કરી ચૂકી છે. એ ટૂંક સમયમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યૂ કરવાની છે. ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી પોસ્ટમાં સોનાક્ષી કોઈક રેલવે ટ્રેક પર ઊભેલી દેખાય છે અને તેણે પોલીસ યુનિફોર્મ પહેર્યો છે. સોનાક્ષી એમેઝોન પ્રાઈમ વિડિયો માધ્યમ દ્વારા ડિજિટલ ક્ષેત્રે પદાર્પણ કરવાની છે. તેણે એનાં આ પ્રોજેક્ટ કે વેબસિરીઝનું નામ જાહેર કર્યું નથી. માત્ર કેપ્શનમાં લખ્યું છે કે, ‘સ્ત્રીઓ એટલું બધું હાંસલ કરી શકે છે કે એની કોઈ સીમા હોતી નથી. એ હકીકત પર આપણો સામુહિક વિશ્વાસ વારંવાર મજબૂત બનતો રહ્યો છે… ટૂંક સમયમાં જ પ્રાઈમવિડિયો પર આવી રહી છે સેવા અને રક્ષા માટે…’ આ વેબસિરીઝનાં એક્ઝિક્યૂટિવ નિર્માતા છે ફરહાન અખ્તર, ઝોયા અખ્તર, રિતેશ સિધવાની અને રીમા કાગ્તી.

સોનાક્ષીની નવી ફિલ્મ આવી રહી છે ‘ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’. આ ફિલ્મમાં અજય દેવગન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ ડિઝની+હોટસ્ટાર પર રિલીઝ થશે. તે ઉપરાંત સોનાક્ષી ‘બુલબુલ તરંગ’ નામની એક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. એમાં રાજ બબ્બર પણ છે. ફિલ્મનું શૂટિંગ આ મહિને અથવા આવતા મહિને શરૂ થવાનું છે.

(તસવીર સૌજન્યઃ સોનાક્ષી સિન્હા ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular