Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentશ્રેયા ઘોષાલ ગર્ભવતી છે; બાળકનું નામ રાખશે...

શ્રેયા ઘોષાલ ગર્ભવતી છે; બાળકનું નામ રાખશે…

મુંબઈઃ જાણીતી ગાયિકા શ્રેયા ઘોષાલ ટૂંક સમયમાં જ મમ્મી બનવાની છે. આ માહિતી શ્રેયા અને તેનાં પતિ શિલાદિત્ય મુખોપાધ્યાયએ સોશિયલ મિડિયા મારફત આપી છે. શ્રેયાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે અને બેબી બંપ સાથેની પોતાની તસવીર પણ મૂકી છે.

36 વર્ષીય શ્રેયાએ કેપ્શનમાં લખ્યું છે, બેબી શ્રેયાદિત્ય આવનાર છે. શિલાદિત્ય અને હું આ ખુશખબર તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. અમને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે. જેથી અમારા જીવનમાં આવનાર અત્યંત મહત્ત્વનો પ્રસંગ આનંદથી પાર પડે. શ્રેયાની આ પોસ્ટ બાદ અનેક કલાકારોએ પ્રતિક્રિયા આપી છે. સોફી ચૌધરી, અસ્મિત પટેલ, સંગીતકાર શેખર રાજવાની, શાંતનૂ મોઈત્રાએ શ્રેયા અને શિલાદિત્યને શુભેચ્છા આપી છે. ચાર રાષ્ટ્રીય એવોર્ડ જીતનાર શ્રેયાએ શિલાદિત્ય સાથે 2015માં લગ્ન કર્યાં હતાં.

(તસવીર સૌજન્યઃ શ્રેયા ઘોષાલ ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular