Sunday, August 24, 2025
Google search engine
HomeNewsEntertainmentશિલ્પાએ નવી-હેરસ્ટાઈલ અપનાવી; ઈન્ટરનેટ પર ઉડી મજાક

શિલ્પાએ નવી-હેરસ્ટાઈલ અપનાવી; ઈન્ટરનેટ પર ઉડી મજાક

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેનાં યોગાસન અને ફિટનેસને લગતા અનેક વિડિયો સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર શેર કરવા માટે જાણીતી છે. પરંતુ, તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલો નવો વિડિયો જોઈને ઈન્ટરનેટ યુઝર્સને આંચકો લાગ્યો છે. આ વિડિયોમાં શિલ્પા વર્કઆઉટ કરે છે, પણ શરૂઆતમાં એની પીઠ બતાવી છે. એ તેનાં માથાનાં વાળ બાંધી રહી છે. વિડિયોમાં જોઈ શકાય છે કે એણે તેનાં માથાની પાછળ, નીચેના ભાગે વાળનું વિચિત્ર કટિંગ (ટકલું) કરાવ્યું છે. વાળને બાંધતાં બાંધતાં શિલ્પા કેમેરાની સામે પોતાનો ચહેરો લાવે છે અને કેમેરાની સામે જોઈને આંખ મારે છે. શિલ્પાએ તેની આ હેરસ્ટાઈલને અંડરકટ બઝ કટ તરીકે ઓળખાવી છે. આ વિડિયો સાથેની કેપ્શનમાં શિલ્પાએ લખ્યું છે, તમે જોખમ ઉઠાવ્યા વિના અને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળ્યા વિના દરરોજ જીવી ન શકો. પછી એ અન્ડરકટ બઝ કટ હોય કે મારું કોઈ નવું એરોબિક વર્કઆઉટ.

(શિલ્પા શેટ્ટી ઈન્સ્ટાગ્રામ)

આ વિડિયોમાં શિલ્પા એકદમ ખુશ દેખાય છે. હેરસ્ટાઈલ બતાવ્યા બાદ એ વર્કઆઉટ કરે છે. વિડિયોના બેકગ્રાઉન્ડમાં પંજાબી ગાયક દિલજીત દોસાંજનું ગીત વાગતું સંભળાય છે. એણે કહ્યું છે કે આ હેરસ્ટાઈલ તેને જીવંત બનાવે છે. તેની આ હેરસ્ટાઈલ જોઈને તેનાં કેટલાક પ્રશંસકોએ વખાણ કર્યાં છે તો કેટલાકે નારાજગી સાથે ટીકા કરી છે. એક યૂઝરે કમેન્ટમાં લખ્યું છે, ‘અડધી ટકલી થઈ ગઈ કુન્દ્રુ.’

ઉલ્લેખનીય છે કે, શિલ્પાનાં પતિ રાજ કુન્દ્રાને મુંબઈ પોલીસે પોર્નોગ્રાફીને લગતા એક કેસમાં આરોપી બનાવ્યા છે. તેઓ બે મહિના સુધી જેલમાં રહ્યા બાદ 21 સપ્ટેમ્બરથી જામીન પર છૂટ્યા છે.

Shilpa Shetty gets undercut buzz cut

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular