Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentશિલ્પા શેટ્ટીનાં પરિવારજનો કોરોનાનો શિકાર બન્યાં

શિલ્પા શેટ્ટીનાં પરિવારજનો કોરોનાનો શિકાર બન્યાં

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીએ બોલીવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી-કુન્દ્રાનાં ઘરમાં પણ મોટા પાયે ત્રાટક ફેલાવ્યું છે, પરંતુ એમાંથી ખુદ શિલ્પા બચી જવા પામી છે. શિલ્પાએ સોશિયલ મિડિયા મારફત જાણકારી આપી છે કે દસ દિવસો પહેલાં એની મમ્મી, એનાં સાસુ-સસરા, પુત્ર વિઆન, પુત્રી સમિશા, પતિ રાજ કુન્દ્રા સહિતના પરિવારજનોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હવે એ બધાયની તબિયત સુધારા પર છે.

પોતાનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે એમ પણ શિલ્પાએ કહ્યું છે. એક નોંધમાં એણે લખ્યું છે કે, ‘છેલ્લા દસ દિવસ અમારા સમગ્ર પરિવાર માટે ઘણા જ કપરાં બની રહ્યા હતા. રાજ, વિઆન, સમિશા, સાસુ-સસરા, સૌ આઈસોલેશનમાં છે. તેઓ ડોક્ટરની સલાહ અને સત્તાવાર માર્ગદર્શિકા પ્રમાણે રહે છે.’ તેણે એમ પણ કહ્યું છે કે એનાં સ્ટાફનાં બે સભ્યને પણ કોરોના થયો હતો અને એમને એક તબીબી કેન્દ્રમાં સારવાર આપવામાં આવી રહી છે. ત્વરિત મદદ કરવા બદલ શિલ્પાએ સત્તાવાળાઓ અને મુંબઈ મહાનગરપાલિકાનો આભાર માન્યો છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular