Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentશેફાલી શાહે અમદાવાદમાં શરૂ કરી રેસ્ટોરન્ટ ‘જલસા’

શેફાલી શાહે અમદાવાદમાં શરૂ કરી રેસ્ટોરન્ટ ‘જલસા’

અમદાવાદઃ બોલીવુડ અભિનેત્રી શેફાલી શાહ ફિલ્મોમાં દમદાર અભિનય માટે જાણીતાં છે. હવે એ ઉદ્યોગસાહસી બન્યાં છે અને અમદાવાદ શહેરના એક પોશ વિસ્તારમાં પોતાની થીમ-આધારિત રેસ્ટોરન્ટ શરૂ કરી છે જેને તેમણે ‘જલસા’ નામ આપ્યું છે. નિર્માતા-દિગ્દર્શક વિપુલ અમૃતલાલ શાહના પત્ની શેફાલી જુદી જુદી વાનગીઓનાં શોખીન છે અને ફૂરસદનાં સમયે ઘરમાં રસોઈ રાંધવાનો આનંદ માણે છે. એમણે હોસ્પિટાલિટી પ્રોફેશનલ તરીકે બે દાયકાનો અનુભવ ધરાવનાર નેહા બસ્સી સાથે મળીને અમદાવાદમાં વૈભવશાળી બફેટ રેસ્ટોરન્ટ શરૂ કરી છે. આ રેસ્ટોરન્ટમાં દેશનાં અનેક રાજ્યની જાણીતી વાનગીઓ મળે છે. શેફાલીનું કહેવું છે કે, ‘જલસા તો માત્ર એક શરૂઆત છે. હું તો જીવનને માણવામાં માનું છું. જલસા મારે મન માત્ર એક રેસ્ટોરન્ટ નથી, એક અનુભવ પણ છે. નામ પ્રમાણેની જ આ રેસ્ટોરન્ટ છે. જલસામાં આનંદનો સમય ક્યારેય પૂરો થતો નથી. જલસા દરેકને આનંદનો અનુભવ કરાવે છે.’

અભિનય ક્ષેત્રે, શેફાલીની હિન્દી ફિલ્મ આવી રહી છે ‘ડાર્લિંગ્સ’, જેમાં આલિયા ભટ્ટ પણ છે. તે ઉપરાંત ‘ડોક્ટર G’, અને પતિ વિપુલની વેબસિરીઝ ‘હ્યુમન’ અને ‘દિલ્હી ક્રાઈમ સીઝન 2’.

(તસવીર સૌજન્યઃ શેફાલી શાહ ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular