Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentઘણી મોટી ફિલ્મોને નકાર્યાંનો શેફાલી શાહનો એકરાર

ઘણી મોટી ફિલ્મોને નકાર્યાંનો શેફાલી શાહનો એકરાર

મુંબઈઃ ‘અજીબ દાસ્તાં’, ‘દિલ ધડકને દો’ જેવી ઘણી ફિલ્મોમાં ઉલ્લેખનીય ભૂમિકાઓ કરવા માટે અભિનેત્રી શેફાલી શાહ જાણીતાં છે. એમની અદાકારીની ઘણી પ્રશંસા થઈ છે. ઈન્સ્ટાગ્રામ પર ‘મને કંઈ પણ પૂછો’ સત્ર વખતે નેટયૂઝર્સે એમને અંગત જીવનથી લઈને વ્યાવસાયિક જીવન વિશે ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. એમાંનો એક સવાલ હતો કે શું તમે કોઈ એવી ફિલ્મોમાં કામ કરવાની ઓફર નકારી કાઢી હતી, જે બાદમાં હિટ થઈ હોય? એના જવાબમાં શેફાલીએ કહ્યું કે હા, ઘણી ફિલ્મો, જેમ કે કપૂર એન્ડ સન્સ, નીરજા. (ઉલ્લેખનીય છે કે ત્રાસવાદી હુમલાનો ભોગ બનેલી ફ્લાઈટ એટેન્ડન્ટ નીરજા ભનોતનાં જીવન પર આધારિત બનાવાયેલી ફિલ્મ ‘નીરજા’ની શિર્ષક ભૂમિકા સોનમ કપૂરે ભજવી હતી અને એ ફિલ્મ ઘણી હિટ થઈ હતી)

‘તમને અત્યાર સુધીમાં તમે ભજવેલી ભૂમિકાઓમાંથી સૌથી વધારે કઈ ગમી?’ એ સવાલના જવાબમાં શેફાલીએ કહ્યું કે, ‘વર્તિકા’ અને ‘તારા’. દિલ્હી પોલીસનાં ડીસીપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા એમણે ‘દિલ્લી ક્રાઈમ’ વેબસિરીઝમાં ભજવી હતી અને તારા શેટ્ટીની ભૂમિકા ‘વન્સ અગેન’ ફિલ્મમાં ભજવી હતી. એમની નવી ફિલ્મ આવી રહી છે ‘ડોક્ટર G’, જેમાં એમનાં સહકલાકારો છે – આયુષમાન ખુરાના અને રકુલપ્રીતસિંહ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular