Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsEntertainmentશનાયા કપૂર મલયાલમ ફિલ્મ 'વૃષભ' સાથે કરશે અભિનયક્ષેત્રમાં પ્રવેશ

શનાયા કપૂર મલયાલમ ફિલ્મ ‘વૃષભ’ સાથે કરશે અભિનયક્ષેત્રમાં પ્રવેશ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સંજય કપૂર અને મહીપ કપૂરની પુત્રી શનાયા રૂપેરી પડદા પર પ્રવેશ કરનાર નવી સ્ટાર-કિડ છે. કરણ જોહરે એમની હિન્દી ફિલ્મ ‘બેધડક’માં શનાયાને સાઈન કરી છે. જોકે આ ફિલ્મનું શૂટિંગ હાલ અટકી ગયું છે. શનાયાની એક ઓર ફિલ્મ પણ સેટ પર જઈ શકી નહોતી. તે છે ‘સ્ક્રૂ ઢીલા’, જેમાં તે ટાઈગર શ્રોફની હિરોઈન બનવાની હતી.

હવે નવા અહેવાલ મુજબ, શનાયા ટૂંક સમયમાં એક દક્ષિણી ફિલ્મમાં ડેબ્યૂ કરવાની છે. એકતા કપૂરની કંપની બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત બહુ-ભાષી ‘વૃષભ’ ફિલ્મમાં તે કામ કરવાની છે. આ ફિલ્મ મલયાલમ ઉપરાંત તામિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ભાષામાં બનવાની છે. ફિલ્મમાં તેણે મલયાલમ ફિલ્મોના સુપરસ્ટાર મોહનલાલની પુત્રીનો રોલ ભજવ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનામાં જ શરૂ થવાનું છે.

નંદકિશોર દ્વારા દિગ્દર્શિત ‘વૃષભ’ વીતેલા જમાના પર આધારિત હશે. જે ભૂતકાળ અને વર્તમાન વચ્ચે આગળ-પાછળ ચાલતી રહેશે. જોકે એમાં એક પિતા અને પુત્રની જોડી વાર્તાના મૂળમાં હશે. શનાયાનો રોલ અત્યંત ડાયનેમિક હશે, જેનું પાત્ર ભૂતકાળ અને વર્તમાનને જોડવાની જવાબદારી નિભાવે છે.

શનાયાએ અગાઉ 2020માં આવેલી હિન્દી ફિલ્મ ‘ગૂંજન સક્સેનાઃ ધ કારગિલ ગર્લ’માં સહાયક નિર્દેશિકા તરીકે કામ કર્યું હતું. તે ફિલ્મમાં એની પિતરાઈ બહેન જ્હાન્વી કપૂરે શિર્ષક ભૂમિકા ભજવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular