Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainmentશ્રદ્ધાનાં લગ્નની વાતોને શક્તિ કપૂરે અફવા ગણાવી

શ્રદ્ધાનાં લગ્નની વાતોને શક્તિ કપૂરે અફવા ગણાવી

મુંબઈઃ પોતાની અભિનેત્રી દીકરી શ્રદ્ધા કપૂર સેલિબ્રિટી ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે લગ્ન કરી રહી હોવાના અહેવાલોને બોલીવુડ ચરિત્ર અભિનેતા શક્તિ કપૂરે નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે શ્રદ્ધા તો અત્યારે ઘણી વ્યસ્ત છે.

2010માં ‘તીન પત્તી’ સાથે બોલીવુડમાં એન્ટ્રી કરનાર અને ‘હૈદર’ અને ‘હાફ-ગર્લફ્રેન્ડ’ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી શ્રદ્ધા હાલ એક નવી ફિલ્મમાં કામ કરી રહી છે જેમાં રણબીર કપૂર, બોની કપૂર (પહેલી જ વાર અભિનય કરતા જોવા મળશે) અને ડિમ્પલ કાપડિયા પણ છે. એક મુલાકાતમાં શ્રદ્ધાનાં લગ્ન વિશે પૂછ્યું તો ખલનાયક તરીકે જાણીતા શક્તિ કપૂરે જોરદાર રીતે હસી કાઢી હતી અને કહ્યું કે, ‘આ બધા ફેક ન્યૂઝ છે. કોરોનામાં દરેક જણ પાસે સમય છે એટલે આવી અફવાઓ ફેલાવે છે. શ્રદ્ધા તો અત્યારે પણ વ્યસ્ત છે અને આવતા અમુક વર્ષો સુધી વ્યસ્ત રહેવાની છે.’

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular