Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentસારા અલી ખાને વિક્રાંત સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં

સારા અલી ખાને વિક્રાંત સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શન કર્યાં

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને વિક્રાંત મેસી હાલના દિવસોમાં ગુજરાતમાં આગામી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે. સારાની અપકમિંગ ફિલ્મનું નામ ગેસલાઇટ છે. આ જોડી સૌપ્રથમ વાર કોઈ ફિલ્મમાં એકસાથે પડદા પર દેખાશે. આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં ગુજરાતમાં શરૂ થયું હતું.

સારા અલી ખાને વિક્રાંત મેસીની સાથે નાગેશ્વર જ્યોતિર્લિંગનાં દર્શનનો ફોટો શેર કર્યો હતો. સારાએ વ્હઇટ કોટન સલવાર સુટ પહેર્યો હતો, જ્યારે વિક્રાંતે બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સ પહેર્યું હતું. બંનેના ગળામાં ભગવો દુપટ્ટો હતો. કોરોનાના પ્રોટોકોલનું પાલન કરતાં સારા અને વિક્રાંતે માસ્ક પહેર્યા હતા. સારાએ વિક્રાંતની સાથેના ફોટો ઇન્સ્ટાગ્રામ હેન્ડલમાં શેર કર્યા હતા. એના વિડિયો પણ સામે આવ્યા છે. સારાએ ભગવાન શિવને ડેડિકટ કર્યો. લખ્યું હતું કે તમારી નિશ્રામાં સારું લાગી રહ્યું છે. ફિલ્મિંગ, ઇન્સ્પાયરિંગ, મારો હાથ પકડી રાખીને રાખજો અને દરેક વાત મારી મદદ કરવા અને ત્યાં રહેજો. ધન્યવાદ. જય ભોલેનાથ.

પાપારાઝી વિરલ ભાયાણીએ સારા અલી ખાન અને વિક્રાંત મેસીન એક ક્લિપ શેર કરી હતી, જેમાં સારા અને વિક્રાંતે ગુજરાતના દ્વારકાધીશ મંદિરમાં દર્શન કર્યાં હતાં.   

ગેસલાઇટ વિશે વાત કરતાં એક સૂત્રએ પિંકવિલાએ જણાવ્યું હતું કે ફિલ્મનો એક મોટો હિસ્સો રાજકોટમાં શૂટ કરવામાં આવ્યો હતો અને ફિલ્મનું બાકી શૂટિંગ મુંબઈમાં થશે. કાસ્ટ અને ક્રૂ હાલમાં ગુજરાત ફિલ્મ પહેલાં સિક્વેન્સનું શૂટિંગ કરી રહ્યા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular