Thursday, May 22, 2025
Google search engine
HomeNewsEntertainmentસલમાને અનોખી સ્ટાઈલમાં 'બિલ્લી બિલ્લી' ગીતની કરી ઘોષણા

સલમાને અનોખી સ્ટાઈલમાં ‘બિલ્લી બિલ્લી’ ગીતની કરી ઘોષણા

મુંબઈઃ પોતાની આગામી નવી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ની રિલીઝ કરવા સજ્જ થયેલા બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર બે બિલાડીને દર્શાવતી એક નાનકડી વીડિયો ક્લિપ મૂકતાં એના ચાહકોને આશ્ચર્ય થયું છે. આ ક્લિપ સલમાનની ફિલ્મના ‘બિલ્લી બિલ્લી’ ગીત વિશે અટકળો અને ઉત્કંઠા વધારનારી છે. સલમાન ખાન અને પંજાબી ગાયક સુખબીરે કોઈ ફિલ્મ માટે આ પહેલી જ વાર સહયોગ કર્યો છે. સલમાને આ ગીતનો માત્ર ઓડિયો ભાગ જ રિલીઝ કર્યો છે અને તે પણ માત્ર એક નાની ઝલક, આખું ગીત નહીં. ક્લિપ-પોસ્ટને શ્રોતાઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. ‘બિલ્લી બિલ્લી’ ઊર્જા અને ઉત્સાહસભર પંજાબી ગીત છે. ગીતનું સંગીત સુખબીરનું છે અને લખ્યું છે કુમારે.

સલમાન ખાન ફિલ્મ્સ પ્રોડક્શનના બેનર હેઠળ સલમાન ખાન દ્વારા નિર્મિત આ ફિલ્મમાં સલમાન ખાન, પૂજા હેગડે, વેંકટેશ દગ્ગુબટી, જગપતિ બાબુ, ભૂમિકા ચાવલા, વિજેન્દર સિંહ, જસ્સી ગિલ, શેહનાઝ ગિલ, પલક તિવારી, વિનાલી ભટનાગર જેવા કલાકારો છે. ફિલ્મ આ વર્ષે ઈદના તહેવારમાં રિલીઝ કરાશે.

https://www.instagram.com/p/CpJ-O2nIHBQ/

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular