Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentસલમાને શાહરુખ સાથે સ્ક્રીન શેર કરવાના સંકેત આપ્યા

સલમાને શાહરુખ સાથે સ્ક્રીન શેર કરવાના સંકેત આપ્યા

મુંબઈઃ બોલીવૂડ એક્ટર સલમાન ખાન સુપરસ્ટાર કિંગ ખાનની સાથે એક ફિલ્મમાં સ્ક્રીન શેર કરે એવી સંભાવના છે. બંને આવનારી ફિલ્મો ‘ટાઇગર-3’ અને ‘પઠાણ’માં એકસાથે રોલમાં નજરે ચઢશે. સલમાને ખુલાસો કર્યો હતો કે એક્શન થ્રિલર ફિલ્મ ‘ટાઇગર-3’  ત્રીજી ડિસેમ્બર, 2022માં રિલીઝ થશે. આ ફિલ્મમાં કેટરિના કૈફ પણ હશે અને એ ઝોયાની ભૂમિકામાં હશે. આ ફિલ્મમાં વિલનની ભૂમિકામાં ઇમરાન હાશ્મી નિભાવશે.આ ફિલ્મને મનીષ શર્માએ ડિરેક્ટ કરી છે.

રસપ્રદ વાત એ છે સલમાન અને શાહરુખ ખાનની ફિલ્મો ‘ટાઇગર-3’ અને ‘પઠાણ’ને યશરાજ ફિલ્મ્સ હેઠળ તૈયાર થવાની છે. પઠાણ ફિલ્મમાં સલમાન કેમિયો રોલમાં દેખાશે. આ બંને ફિલ્મો YRF બંને હીરોને એક ફિલ્મ એકસાથે લાવશે. સલમાને એ પછી ‘નો એન્ટ્રી ‘અને ‘કભી ઇદ અને કભી દિવાળી’નું કામ પણ શરૂ કરશે. આ ફિલ્મ સાજિદ નડિયાદવાળા લઈને આવી રહ્યા છે.

પત્રકારો સાથે વાત કરતાં સલમાન ખાને જણાવ્યું હતું કે અમે ‘ટાઇગર-3’ અને ‘પઠાણ’ની સાથે આવી રહ્યા છે. ‘ટાઇગર-3’ ત્રીજી ડિસેમ્બર, 2022 સુધીમાં રિલીઝ થશે, પણ એ પહેલાં ‘પઠાણ’ની રિલીઝ થશે, એ પછી તેઓ એકસાથે કામ કરશે. શાહરુખ ખાનની ‘પઠાણ’ને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે.

સલમાને એ પણ જણાવ્યું હતું કે તે તેના બે પ્રોજેક્ટ પૂરા કર્યા પછી હાલમાં જાહેર થયેલી ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલની ફિલ્મનું શૂટિંગ કરશે. તેમણે કહ્યું હતું કે તેને કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખેલી ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ ફિલ્મ પૂરી કરશે, પણ તેમના પુત્ર એસએસ રાજામૌલી સાથે કામ કરવાની હાલ કોઈ યોજના નથી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular