Thursday, May 15, 2025
Google search engine
HomeNewsEntertainment‘રનવે 34’નું ટ્રેલરઃ એક દિલધડક સફર...

‘રનવે 34’નું ટ્રેલરઃ એક દિલધડક સફર…

મુંબઈઃ અજય દેવગન દ્વારા નિર્મિત, દિગ્દર્શિત અને અભિનીત હિન્દી ફિલ્મ ‘રનવે 34’નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર પરથી કહી શકાય છે કે ફિલ્મ રોમાંચક હશે. ફિલ્મમાં દેવગને કેપ્ટન વિક્રાંત ખન્ના નામના પાઈલટનો રોલ કર્યો છે જ્યારે રકુલપ્રીત સિંહ સહ-પાઈલટ છે. એમની ફ્લાઈટ એક આંતરરાષ્ટ્રીય સ્થળેથી ટેક-ઓફ કર્યા બાદ કોઈક ભેદી વળાંક લે છે. ફિલ્મ અમુક સત્ય ઘટનાઓ પર આધારિત છે.

ફિલ્મ આ વર્ષે 29 એપ્રિલે, ઈદના તહેવારમાં રિલીઝ કરવામાં આવશે. અજય દેવગન ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત અમિતાભ બચ્ચન, રકુલપ્રીત સિંહ, બમન ઈરાની, અંગિરા ધર, આકાંક્ષા સિંહની પણ ભૂમિકા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular