Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainment'RRR' ફિલ્મને થિએટરોમાં, ડિજિટલી સાથે રિલીઝ કરાશે

‘RRR’ ફિલ્મને થિએટરોમાં, ડિજિટલી સાથે રિલીઝ કરાશે

મુંબઈઃ એસ.એસ. રાજમૌલી દ્વારા દિગ્દર્શિત અને જુનિયર એનટીઆર, રામ ચરણ, અજય દેવગન, આલિયા ભટ્ટ દ્વારા અભિનીત બહુભાષી ફિલ્મ ‘RRR’ થિએટરોમાં તેમજ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર એકસાથે જ રિલીઝ કરવામાં આવશે. નિર્માતાઓએ ફિલ્મને ડિજિટલી રિલીઝ કરવા માટે ઝી-5 અને નેટફ્લિક્સ સાથે સહયોગ કર્યો છે.

થિએટરોમાં રિલીઝ કરાયા બાદ ફિલ્મને ઝી-5 ઉપર તેલુગુ, તામિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં સ્ટ્રીમ કરાશે. નેટફ્લિક્સ પર, આ ફિલ્મને હિન્દી, અંગ્રેજી, કોરિયન, પોર્ટુગીઝ, તૂર્કી અને સ્પેનિશ આવૃત્તિઓમાં રિલીઝ કરાશે. નિર્માતાઓએ હિન્દી વર્ઝન માટે ઝી સિનેમા સાથે સહયોગ કર્યો છે. આ ઐતિહાસિક વિષયવાળી ફિલ્મ ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ – કોમારામ ભીમ અને અલ્લુરી સીતારામ રાજુ પર આધારિત છે. ફિલ્મને તેલુગુ ભાષામાં બનાવવામાં આવી છે અને થિયેટરોમાં તેની હિન્દી, તામિલ, કન્નડ અને મલયાલમ ભાષાની આવૃતિઓ પણ રિલીઝ કરાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular