Sunday, July 13, 2025
Google search engine
HomeNewsEntertainmentઓસ્કાર-2021માં નોમિનેટ થનારો પહેલો મુસ્લિમ-એક્ટર રિઝ અહેમદ

ઓસ્કાર-2021માં નોમિનેટ થનારો પહેલો મુસ્લિમ-એક્ટર રિઝ અહેમદ

નવી દિલ્હીઃ ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને સિંગર નિક જોનાસ દ્વારા સોમવારે 93માં એકેડેમી એવોર્ડ માટેના નામાંકનની ઘોષણા કરવામાં આવી હતી. આ એવોર્ડ ઇતિહાસ બનાવશે, કેમ કે પહેલી વાર ઓસ્કર્સમાં કોઈ મુસ્લિમ એક્ટરને લીડ એક્ટર કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યો છે. વિવિધ કેટેગરીના નોમિનીઝની લાંબી યાદીમાં બ્રિટિશ અભિનેતા અને સંગીતકાર રિઝ અહેમદનો પણ સમાવેશ થયો હતો, ફિલ્મ ‘સાઉન્ટ ઓફ મેટલ’માં તેની ભૂમિકા માટે બેસ્ટ એક્ટરની કેટેગરીમાં તેને નોમિનેટ કરવામાં આવ્યો છે.

અહેમદ મૂળ પાકિસ્તાની છે અને એ રોક ડ્રમરની ભૂમિકા ભજવી રહ્યો છે. જે આ ફિલ્મમાં ડ્રગ એક્શનથી ઝઝૂમી રહ્યો છે અને ધીમે-ધીમે સાંભળવાની ક્ષમતા તે ગુમાવી રહ્યો છે. ઓસ્કાર એવોર્ડનો સમારંભ 25 એપ્રિલે યોજાશે. આ શો વર્ચ્યુઅલ અને લાઇવ-પ્રસ્તુત કરવામાં આવશે. જોકે આ એવોર્ડના હોસ્ટની સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. ચાલો, જોઈએ રિઝની પ્રોફાઇલ અને તેના નામાંકન વિશે તેણે કેવી પ્રતિક્રિયા આપી હતી… એના પર એક નજર નાખીએ…

રિઝ અહેમદને જ્યારે નામાંકનને ખબર પડી, ત્યારે તેણે સોશિયલ મિડિયા પર તેની ફીલિંગ્સને શેર કરી. સાઉન્ડ ઓફ મેટલની ઇમેજ શેર કરતાં લખ્યું હતું કે વાઉ, મારી મારા સાથી કલાકારો દ્વારા નામાંકિત થવાની હું ધન્યતા અનુભવું છું અને તેમના સમર્થન અને પ્રોત્સાહન માટે એકેડેમીનો આભારી છું. હું લેખક-ડિરેક્ટર ડેરિયસ માર્ડર અને મશહૂર પોલ રેસી તેમ જ તંત્રી મિકેલ, સાઉન્ડ ડિઝાઇનર નિકોલસ અને સહ-લેખક  એબે માર્ડર માટે પણ ઉત્સાહી છું. આ નોમિનેશન્સ સમય, ઉદારતા અને પ્રતિભાઓનું પ્રતિનિધિત્વ કરે છે. હું બધાનો આભાર વ્યક્ત કરવા માગું છું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular