Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentરિશી સુનકની બાયોપિક-ફિલ્મઃ નેટિઝન્સે શરૂ કર્યું કાસ્ટિંગ

રિશી સુનકની બાયોપિક-ફિલ્મઃ નેટિઝન્સે શરૂ કર્યું કાસ્ટિંગ

મુંબઈઃ રિશી સુનક બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના અને હિન્દુ વડા પ્રધાન બની ગયા છે ત્યારે નેટયૂઝર્સને થોડીક મસ્તી સૂઝી છે. કેટલાકે સોશ્યલ મીડિયા પર પોતાની રચનાત્મક્તા દર્શાવી છે અને રિશી સુનકના ચહેરાને અનેક લોકો સાથે મેચ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે ધારો કે સુનકના જીવન પરથી ભવિષ્યમાં કોઈ હિન્દી બાયોપિક ફિલ્મ બનાવવાની આવે તો એમની ભૂમિકા માટે કોણ વધારે મેચ થાય. આ માટે નેટિઝન્સને અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, દેવ પટેલ, જિમ સરભને પસંદ કર્યા છે. આને કારણે ઈન્ટરનેટ પર મજાક શરૂ થઈ ગઈ છે અને ઘણા રમૂજી મિમ્સ પોસ્ટ થવા લાગ્યા છે.

એક નેટ યૂઝરે તો અક્ષયની ‘નમસ્તે લંડન’ ફિલ્મની એક ક્લિપનો ઓડિશન તરીકે ઉપયોગ કરીને મજાક ઉડાવી છે. તેણે ફોટોશોપની મદદથી રિશી સુનકના ચહેરા પર અક્ષયનો ચહેરો ગોઠવીને ગજબની રમૂજ વહેતી કરી છે. એક નેટયૂઝરે ભૂતપૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર આશિષ નેહરાને પણ રિશી સુનકના રોલ તરીકે ચર્ચામાં સામેલ કરી દીધો છે. એક જણે મજાકમાં લખ્યું છે, આશિષ નેહરા ઈચ્છે તો 10, ડાઉનિંગ સ્ટ્રીટમાં સહેલાઈથી પ્રવેશ કરી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular