Saturday, May 17, 2025
Google search engine
HomeNewsEntertainmentરિશી કપૂરની આખરી-ફિલ્મ ‘શર્માજી નમકીન’ની OTT રિલીઝ

રિશી કપૂરની આખરી-ફિલ્મ ‘શર્માજી નમકીન’ની OTT રિલીઝ

મુંબઈઃ હિન્દી ફિલ્મોના પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક, રિશી કપૂરની આખરી ફિલ્મ ‘શર્માજી નમકીન’ આવતી 31 માર્ચે ડિજિટલ (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. હિતેશ ભાટિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં એક નવા જ નિવૃત્ત થયેલા એક વ્યક્તિ વિશેની વાર્તા છે. જેને ઝઘડાખોર મહિલાઓનાં સમૂહમાં જોડાયાં બાદ રાંધણકળાનો શોખ જાગે છે.

ફિલ્મમાં રિશી ઉપરાંત પરેશ રાવલ, જુહી ચાવલા, સુહૈલ નય્યર, તારુક રૈનના, સતિષ કૌશિક, શીબા ચઢ્ઢા જેવા કલાકારો છે. આ પહેલી જ હિન્દી ફિલ્મ છે જેમાં બે અભિનેતા – રિશી અને પરેશ રાવલ એક જ પાત્ર સાથે મળીને ભજવે છે. ફિલ્મનો પ્રીમિયર શો 31 માર્ચે પ્રાઈમ વિડિયો પર રજૂ કરાશે. રિશી કપૂર 2020ની 30 એપ્રિલે દુનિયાને અલવિદા કરી ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular