Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainmentગુજરાતી-ફિલ્મક્ષેત્રે રત્ના પાઠક-શાહની એન્ટ્રીઃ 'કચ્છ એક્સપ્રેસ'માં ચમકશે

ગુજરાતી-ફિલ્મક્ષેત્રે રત્ના પાઠક-શાહની એન્ટ્રીઃ ‘કચ્છ એક્સપ્રેસ’માં ચમકશે

અમદાવાદઃ અનુભવી અભિનેત્રી રત્ના પાઠક-શાહ આગામી ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’માં કામ કરશે. આ જાહેરાત ફિલ્મના નિર્માતાઓએ કરી છે. ‘કચ્છ એક્સપ્રેસ’ના દિગ્દર્શક છે વિરલ શાહ. રત્ના પાઠક-શાહ આ પહેલી જ વાર કોઈ ગુજરાતી ફિલ્મમાં ચમકશે. આ ફિલ્મમાં માનસી પારેખ, દર્શીલ સફરી અને ધર્મેન્દ્ર ગોહિલ મહત્ત્વની ભૂમિકામાં છે.

‘સારાભાઈ વર્સીસ સારાભાઈ’ જેવી અનેક હિન્દી ટીવી સિરિયલો, ‘ગોલમાલ 3’, ‘કપૂર એન્ડ સન્સ’, ‘ખૂબસૂરત’ જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકેલાં રત્નાએ કહ્યું, ‘ગુજરાતી ફિલ્મમાં કામ કરવાની મને ઘણા વખતથી ઈચ્છા હતી, પણ કોઈ રસપ્રદ ભૂમિકા મળતી નહોતી. આખરે ‘કચ્છ એક્સપ્રેસ’ની સ્ક્રિપ્ટ મને ગમી ગઈ.’ રત્ના પાઠક-શાહ છેલ્લે રણવીરસિંહ અભિનીત ‘જયેશભાઈ જોરદાર’માં જોવા મળ્યાં હતાં.

‘કચ્છ એક્સપ્રેસ’ 2023ની 6 જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નિર્ધારિત છે. ફિલ્મના પ્રોડ્યુસર છે પાર્થિવ ગોહિલ અને એમના પત્ની માનસી પારેખ-ગોહિલ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular