Wednesday, September 10, 2025
Google search engine
HomeNewsEntertainment‘એનિમલ’માં પરિણિતિની જગ્યાએ રણબીરની સાથે રશ્મિકા

‘એનિમલ’માં પરિણિતિની જગ્યાએ રણબીરની સાથે રશ્મિકા

નવી દિલ્હીઃ ફિલ્મજગતની નેશનલ ક્રશ કહેવાતી દક્ષિણની એક્ટ્રેસ રશ્મિકા મંદાના 26મો જન્મદિવસ ઊજવી રહી છે. રશ્મિકાએ બોલીવૂડ એક્ટર રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ક્રાઇમ ડ્રામા ‘એનિમલ’ કરવા માટે હામી ભરી છે. ભારતીય ટ્રેડ એનાલિસ્ટ અને ફિલ્મ વિવેચક તરણ આદર્શે આ સમાચારોને ટ્વીટ કરીને જણાવ્યા હતા.

‘કબીર સિંહ’ને ડિરેક્ટ કરનાર સંદીપ રેડ્ડી વાંગા, T સિરીઝના ભૂષણ કુમાર અને કૃષ્ણ કુમાર, ભદ્રકાળી પિક્ચર્સના પ્રણય રેડ્ડી અને સિને1 સ્ટુડિયોઝના મુરુડ ખેતાણી આ ‘ક્રાઇમ ડ્રામા’ને નિર્દેશત કરવાના છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ, 2023એ રિલીઝ થશે.

રશ્મિકા મંદાનાએ અત્યાર સુધી કેરિયરમાં 14 ફિલ્મો કરી છે, જેમાંની મોટા ભાગની ફિલ્મો હિટ રહી છે. વળી, રશ્મિકાના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ કરોડ ફોલોઅર્સ છે. રશ્મિકા મંદાના પહેલાં કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરતી હતી. તેની સૌથી શ્રેષ્ઠ કામગીરી ફિલ્મો જોવી કે ‘ગીત ગોવિંદમ,’ ‘દેવદાસ,’ ‘યજામાના’ અને ‘ડિયર કોમરેડ’માં વખણાઈ હતી. તેની હાલમાં સૌથી સફળ ફિલ્મ ‘પુષ્પા’એ તેને બોલીવૂડમાં ડેબ્યુ કરાવ્યું છે. તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘મિશન મંજૂ’ અને અન્ય હિન્દી ફિલ્મ ‘ગુડબાય’માં અમિતાભ બચ્ચન સાથે આવી રહી છે.

રશ્મિકા રણબીર કપૂર સાથેની ‘એનિમલ’નું શૂટિંગ આ ઉનાળામાં શરૂ કરશે. આ ફિલ્મમાં અન્ય કલાકારો અનિલ કપૂર અને બોબી દેઓલ પણ છે. જોકે ‘એનિમલ’ ફિલ્મ માટે પહેલાં પરિણિતિ ચોપરાને પસંદ કરવામાં આવી હતી, પણ મિડિયા અહેવાલો મુજબ તેણે તારીખો અનુકૂળ ના થતાં આ ફિલ્મ છોડી દીધી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular