Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentરેપર બાદશાહે બાળકો સાથે ‘જન્મદિન’ ઊજવ્યોઃ 10 લાખ દાનનો સંકલ્પ

રેપર બાદશાહે બાળકો સાથે ‘જન્મદિન’ ઊજવ્યોઃ 10 લાખ દાનનો સંકલ્પ

મુંબઈઃ રેપર બાદશાહે તેનો 38મો ‘જન્મદિન’ 500 વંચિત બાળકોને ભોજન કરાવીને ઊજવ્યો હતો. સામાજિક સંસ્થા ફીડિંગ ઇન્ડિયાના સહયોગથી બાદશાહે ઋષિ વાલ્મીકિ ઇકો સ્કૂલમાં આશરે બે કલાક વિતાવ્યા હતા. આ સ્કૂલ નીચલી આવક ધરાવતા વર્ગનાં બાળકોની એક શૈક્ષણિક સ્કૂલ છે. જેમાં બાદશાહે પોષણથી પાઠશાળા કાર્યક્રમ હેઠળ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું.

બાદશાહે આ પોતાના જન્મદિનને વધુ સાર્થક રીતે ઊજવવા બદલ ફીડિંગ ઇન્ડિયાનો આભાર માન્યો હતો. હું કુપોષણને દૂર કરવાની દિશામાં કામ કરવા માટે કટિબદ્ધ છું, પણ હું યુવાઓને કુષોષણમુક્ત કરવા માટે પ્રોત્સાહિત કરીશ. તેણે બાળકો સાથે વાતચીત પણ કરી હતી. તેણે 500થી વધુ બાળકોને  ઘર જેવું ભોજન- રાજમા ભાત અને ફળોનું ભોજન કરાવ્યું હતું. તેણે તેની હાજરીમાં આ બાળકોને ભોજન કરાવ્યું હતું. તેણે તેના જન્મદિને રૂ. 10 લાખનું દાન પણ આપવાનું વચન પણ આપ્યું હતું. તેણે આ સ્કૂલમાં બાળકોની હાજરીમાં કેક પણ કાપી હતી અને તેનું સુપરહિટ ગીત ‘અભી તો પાર્ટી શુરુ હુઇ હૈ’ પણ ગાયું હતું.

બાદશાહ તાતા મેમોરિયલ હોસ્પિટલ અને ધારાવી ડ્રીમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલો છે. વળી, તે મહિલાઓ અને બાળકોની સમસ્યાઓના મુદ્દાઓ વિશે સક્રિય કેમ્પેનર છે. વર્ષ 2019માં ઝોમેટોની સાથે હાથ મિલાવ્યા પછી ફીડિંગ ઇન્ડિયા NGO અને સરકારી ભાગીદારો સાથે 25થી વધુ શહેરોમાં 15 કરોડથી વધુ લોકોને ભોજન કરાવી ચૂકી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular