Sunday, July 6, 2025
Google search engine
HomeNewsEntertainmentરણવીર સિંહની ફિલ્મ ‘83’ દિલ્હીમાં ટેક્સ-ફ્રી જાહેર

રણવીર સિંહની ફિલ્મ ‘83’ દિલ્હીમાં ટેક્સ-ફ્રી જાહેર

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર રણવીર સિંહની આગામી બાયોપિક ફિલ્મ ‘83’, જેમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ પણ ભૂમિકા ભજવી રહ્યો છે, જે 1983 ક્રિકટ વર્લ્ડ કપની વિજેતા ટીમનો કેપ્ટન પણ હતો. આ ફિલ્મને દિલ્હી સરકાર દ્વારા ટેક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 24 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

આ ફિલ્મના વર્લ્ડ પ્રીમિયર દરમ્યાન 15 ડિસેમ્બરે બુર્જ ખલિફા પર ‘83’ના મોન્ટાઝ પણ દેખાડવામાં આવ્યા છે. આ ખાસ ક્ષણે રણવીર અને દીપિકા અહીં હાજર રહ્યાં હતાં. અહીં ફિલ્મના ડિરેક્ટર કબીર ખાન પણ હાજર હતા. જેદ્દાહમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયરમાં ફિલ્મને પ્રેક્ષકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.

ANIના ટ્વીટ મુજબ દિલ્હી સરકારે ઘોષણા કરી હતી કે બોલીવૂડની ફિલ્મ ‘83’ જે કપિલ દેવના નેતૃત્વમાં ભારતીય ટીમ દ્વારા વર્લ્ડ કપની જીતને દર્શાવે છે, એને દિલ્લીમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી સરકાર દ્વારા આ ઘોષણાથી ફિલ્મની પ્રોડક્શન કંપનીઓમાંની એક રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ ઘણી ખુશ છે.

આ ફિલ્મમાં અન્ય સ્ટાર્સ તાહિર રાજ ભસિન, જીવા, સાકિબ સાલેમ, જતીન સર્ના, ચિરાગ પાટિલ, ડિનકર શર્મા, નિસાંત દહિયા, સાહિલ ખટ્ટર, અમેય વિર્ક. આદિનાથ કોઠારે, ધૈર્ય કારવા આર. બદરી અને પંકજ ત્રિપાઠી પણ છે.

ભારત વિશ્વ કપ પહેલી વાર જીત્યું, ત્યારે એ તારીખ હતી 25 જૂન, 1983, ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને 43 રનથી હરાવ્યું હતું. એ જીતને 38 વર્ષ પૂરાં થયાં છે. આ ફિલ્મમાં દીપિકા કપિલ દેવની પત્ની રોમીની ભૂમિકા ભજવી રહી છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular