Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentરાણી મુખરજીએ બોલીવૂડમાં 25 વર્ષ પૂરાં કર્યાં

રાણી મુખરજીએ બોલીવૂડમાં 25 વર્ષ પૂરાં કર્યાં

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ રાણી મુખરજી ફિલ્મજગતમાં 25 વર્ષ પૂરાં કર્યાં છે. આ 25 વર્ષોમાં તેણે કેટલીય વિવિધ પ્રકારની ભૂમિકા નિભાવી છે. મુખરજીએ તેની લેટેસ્ટ ફિલ્મ ‘બંટી ઔર બબલી’થી માંડીને કેટલીક યાદગાર ફિલ્મોની ઝલક ફોટોના માધ્યમથી બતાવી હતી. તેણે ફિલ્મજગતમાં 25 વર્ષ પૂરાં થવા પર મિડિયા સામે પોતાના વિચાર રાખ્યા હતા.

રાણીએ કહ્યું હતું કે ફિલ્મોમાં મારી કેરિયર જોતાં હું ખુદને નસીબદાર માનું છે, કેમ કે મેં જે ફિલ્મોમાં કામ કર્યું છે એ બધી ખાસ હતી. હું ખુશકિસ્મત છું કે મને ઇન્ડસ્ટ્રીના કેટલાક સારા એકટર્સ અને ટેક્નિશિયનો સાથે રચનાત્મક કામ કરવાની તક મળી હતી. મને ગર્વ છે કે મેં તેમને અને તેમના કામને નજીક જોયાં છે. મેં તેમની પાસે ઘણું શીખ્યું છે અને દરેક ફિલ્મને શાનદાર બનાવવાના પ્રયાસ કરી છે.

મેં 16 વર્ષની ઉંમરે કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારે હું બહુ નાની હતી. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું ફિલ્મ એક્ટ્રેસ બનીશ, પણ મારી માતાની જીદે મને એક કલાકાર બનાવી હતી. તેણે મને ફિલ્મ જગતમાં ડગ માંડવા માટે પ્રોત્સાહિત કરી હતી.

મને લાગે છે કે આ એક એવો વ્યવસાય છે કે જે લોકો ફિલ્મી બેકગ્રાઉન્ડથી આવ્યા છે, જેમનાં માતા-પિતા અથવા ફિલ્મનિર્માતા અથવા ડિરેક્ટર્સ હતા, તેમનાં જ બાળકો આ વ્યવસાયમાં આવી શકે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular