Sunday, May 25, 2025
Google search engine
HomeNewsEntertainment‘હાથી મેરે સાથી’નું ટ્રેલરઃ રાણા દગ્ગુબતીનો દમદાર-અભિનય

‘હાથી મેરે સાથી’નું ટ્રેલરઃ રાણા દગ્ગુબતીનો દમદાર-અભિનય

મુંબઈઃ ઈરોસ નાઉ કંપનીએ તેની આગામી નવી ફિલ્મ ‘હાથી મેરે સાથી’નું ટ્રેલર રિલીઝ કર્યું છે, જે ફિલ્મ માટે રોમાંચ ખડો કરનારું છે. રાણા દગ્ગુબતીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘હાથી મેરે સાથી’ ફિલ્મ માનવીઓ અને જાનવરો (અહીં હાથીઓ) વચ્ચે લાગણીના રહેલા સંબંધને પ્રદર્શિત કરે છે. રાણા દગ્ગુબતીનું પાત્ર હાથીઓને બચાવવા જંગ ખેલે છે.

ફિલ્મ 18 સપ્ટેમ્બરે OTT (ડિજીટલ) પ્લેટફોર્મ (ઈરોસ નાઉ) પર અને ટીવી પર (ઝી સિનેમા) પર એક સાથે રિલીઝ થવાની છે. પ્રભુ સોલોમન દ્વારા દિગ્દર્શિત આ સાહસ વિષય આધારિત ફિલ્મમાં પુલકિત સમ્રાટ, શ્રિયા પિલગાંવકર અને ઝોયા હુસેનની પણ મહત્ત્વની ભૂમિકા છે. આ ફિલ્મ હિન્દી સહિત ત્રણ ભાષામાં બનવાની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular