Friday, May 23, 2025
Google search engine
HomeNewsEntertainmentપ્રતીક ગાંધીની ‘ભવાઈ’ 22 ઓક્ટોબરે રિલીઝ થશે

પ્રતીક ગાંધીની ‘ભવાઈ’ 22 ઓક્ટોબરે રિલીઝ થશે

મુંબઈઃ અભિનેતા પ્રતીક ગાંધીની ફિલ્મ ‘ભવાઈ’, જે આવતી 1 ઓક્ટોબરથી થિયેટરોમાં રિલીઝ કરવાનું નિર્ધારિત કરાયું હતું, તેને નવી રિલીઝ તારીખ આપવામાં આવી છે. ફિલ્મ હવે 22 ઓક્ટોબરે રિલીઝ કરાશે. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં 22 ઓક્ટોબરથી થિયેટરો અને નાટ્યગૃહો ફરી શરૂ કરવાની મંજૂરી આપી હોવાથી ‘ભવાઈ’ની તારીખ બદલવી પડી છે. ફિલ્મમાં પ્રતીક ગાંધી ‘રાજારામ જોશી’ના પાત્રમાં છે જ્યારે અંદ્રિતા રે ભજવી રહી છે ‘રાની’નું પાત્ર. ફિલ્મમાં એક ડ્રામા કંપનીમાં કામ કરતાં બે કલાકારની પ્રેમકથા તથા બંને જણને એમની રીલ લાઈફ એમનાં રીયલ લાઈફમાં કેવી રીતે માઠી અસર કરે છે તે દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મનું શીર્ષક પહેલાં ‘રાવણલીલા’ હતું, પણ એને બદલીને ‘ભવાઈ’ રાખવાની નિર્માતાઓને ફરજ પડી છે.

દિગ્દર્શક-નિર્માતા હાર્દિક ગજ્જરે કહ્યું છે કે અમારું ફિલ્મ નિર્માણ ગૃહ એક નામાંકિત અને કાયદાનું પાલન કરનારું છે. અમે ક્યારેય સરકારના નિયમો અને ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન નહીં કરીએ. અમે સેન્સર બોર્ડને તમામ જરૂરી દસ્તાવેજો સુપરત કરી દીધા છે. અમારી ફિલ્મને ‘યૂ’ સેન્સર સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. નિર્માતા જયંતીલાલ ગડાએ કહ્યું કે રાજ્યમાં થિયેટરો ફરી શરૂ કરવાના મહારાષ્ટ્ર સરકાર અને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નિર્ણયને અમે આવકારીએ છીએ અને અમારી ફિલ્મની તારીખને મુલતવી રાખીને હવે 22 ઓક્ટોબરે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular