Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsEntertainmentદીપિકાની તબિયત બગડતાં ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ મુલતવી

દીપિકાની તબિયત બગડતાં ‘પ્રોજેક્ટ K’નું શૂટિંગ મુલતવી

હૈદરાબાદઃ બોલીવુડની સુપરસ્ટાર અભિનેત્રી દીપિકા પદુકોણ હાલ દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રભાસ સાથે બહુ-ભાષીય ‘પ્રોજેક્ટ K’ ફિલ્મ માટે હૈદરાબાદમાં શૂટિંગ કરી રહી છે. ત્યાં હાલમાં જ એની તબિયત બગડી હતી અને એને હોસ્પિટલમાં જવું પડ્યું હતું એવા અહેવાલો હતા. દીપિકાની તબિયત સ્થિર છે, પરંતુ એના સહ-કલાકાર પ્રભાસે નક્કી કર્યું છે કે દીપિકા સાજી ન થાય ત્યાં સુધી ફિલ્મનું શૂટિંગ મુલતવી રહેશે. પ્રભાસે એક અઠવાડિયા માટે શૂટિંગ મુલતવી રાખવાની નિર્માતાઓને વિનંતી કરી હોવાનું કહેવાય છે.

આ વિશે જોકે દીપિકા કે એનાં પરિવાર તરપથી હજી સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ‘પ્રોજેક્ટ K’ (કામચલાઉ શિર્ષક) ફિલ્મનું દિગ્દર્શન નાગ અશ્વિન કરી રહ્યા છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ મહત્ત્વની ભૂમિકામાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular