Friday, October 3, 2025
Google search engine
HomeNewsEntertainmentપુણેમાં એ.આર. રેહમાનનો સંગીત કાર્યક્રમ પોલીસે બંધ કરાવ્યો

પુણેમાં એ.આર. રેહમાનનો સંગીત કાર્યક્રમ પોલીસે બંધ કરાવ્યો

પુણેઃ ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘બોમ્બે’ અને ‘રોઝા’ જેવી ફિલ્મોમાં સંગીત આપવા સાથે દુનિયાભરમાં પ્રસિદ્ધ થયેલા સંગીતકાર એ.આર. રેહમાનનો કાર્યક્રમ પોલીસે બંધ કરાવ્યાની ઘટના બની છે. ગઈ કાલે રાતે અત્રેના રાજાબહાદૂર મિલ પરિસરમાં રેહમાનના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેનો આનંદ માણવા માટે એમના ચાહકો મોટી સંખ્યામાં ત્યાં ઉમટી પડ્યા હતા.

પરંતુ રાતે 10 વાગ્યા બાદ પણ કાર્યક્રમ ચાલુ રખાતા પોલીસે તે બંધ કરવાની આયોજકોને ફરજ પાડી હતી. ઉલ્લેખનીય છે કે રાતે 10 વાગ્યા પછી કોઈ પણ કાર્યક્રમ ચાલુ રાખવાની ન્યાયતંત્રએ મનાઈ ફરમાવી છે. રાતે 10 વાગ્યા પછી પણ કાર્યક્રમ ચાલુ હોવાની ફરિયાદ મળતાં પોલીસ ટૂકડી ત્યાં દોડી ગઈ હતી અને આયોજકોને કાર્યક્રમ તત્કાળ બંધ કરવા કહ્યું હતું. આયોજકોએ તરત જ કાર્યક્રમ બંધ થયાની જાહેરાત કરી હતી. પોલીસે રેહમાનને પણ કાર્યક્રમ બંધ કરવાનું કહ્યું હતું. રેહમાન સ્ટેજ પર ઉતરીને રવાના થઈ ગયા હતા. સંગીતપ્રેમીઓ પણ ચૂપચાપ રવાના થઈ ગયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular