Sunday, May 18, 2025
Google search engine
HomeNewsEntertainment‘પઠાન’નું રૂ. 100 કરોડનું કલેક્શનઃ શાહરુખ બન્યો બોક્સઓફિસનો બાદશાહ

‘પઠાન’નું રૂ. 100 કરોડનું કલેક્શનઃ શાહરુખ બન્યો બોક્સઓફિસનો બાદશાહ

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર શાહરુખ ખાનની ‘પઠાને’ બોક્સ ઓફિસ પર નાણાંની રેલમછેલ કરી છે. આ ફિલ્મ પર ફેન્સે ભરપૂર પ્રેમ લૂંટાવ્યો છે. ‘પઠાન’ ફિલ્મે વિશ્વભરમાં રૂ. 100 કરોડથી વધુની કમાણી કરી છે. આમ શાહરુખ ખાને બતાવી દીધું છે કે તે બોક્સ ઓફિસનો બાદશાહ બની ચૂક્યો છે.

ફિલ્મ ટ્રેડ એક્સપર્ટ રમેશ બાલાએ શાહરુખ ખાનની ‘પઠાન’ના કલેક્શનને લઈને ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું છે કે ‘પઠાને’ વિશ્વભરમાંથી રૂ. 100 કરોડથી વધુનું ગ્રોસ કલેક્શન કર્યું છે. UAE અને સિંગાપુરમાં ફિલ્મ નંબર વન પર પર ચાલી રહી છે. આ સાથે શાહરુખ ખાન પહેલા દિવસે બોક્સ ઓફિસ પર વિશ્વભરમાં રૂ. 100 કરોડનો આંકડો પાર કરનાર પહેલો બોલીવૂડ એક્ટર બની ગયો છે.

શાહરુખ ખાનની ‘પઠાન’ને આદિત્ય ચોપડાએ પ્રોડ્યુસ કરી છે, જ્યારે ફિલ્મના ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ, જોન અબ્રાહમ, ડિમ્પલ કાપડિયા અને આશુતોષ રાણા લીડ રોલમાં છે. શાહરુખ ખાન ચાર વર્ષ થિયેટરોમાં દસ્તક દીધી છે. તેના ફેન્સ બહુ ઉત્કંઠતાથી તેની ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ત્યાર બાદ શાહરુખ ખાન ‘જવાન’ અને ‘ડંકી’ ફિલ્મમાં પણ નજરે ચઢશે.

‘પઠાન’ ફિલ્મની એડવાન્સ બુકિંગ પણ શાનદાર રહી હતી. એડવાન્સ બુકિંગને મામલે આ ફિલ્મે ‘બાહુબલી 2’નો રેકોર્ડ તોડ્યો હતો. 32 વર્ષની કેરિયરમાં સૌપ્રથમ વાર શાહરુખ ખાને ફુલફલેજ્ડ એક્શન અવતારમાં દેખાયો છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular