Friday, September 12, 2025
Google search engine
HomeNewsEntertainment'રઈસ'વાળા રાહુલ ધોળકીયા આવ્યા શાહરૂખ 'પઠાણ'ના સમર્થનમાં

‘રઈસ’વાળા રાહુલ ધોળકીયા આવ્યા શાહરૂખ ‘પઠાણ’ના સમર્થનમાં

અમદાવાદઃ આગામી હિન્દી ફિલ્મ ‘પઠાણ’ અંગે હાલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બોલીવુડ દિગ્દર્શક રાહુલ ધોળકીયા ફિલ્મના અભિનેતા શાહરૂખ ખાનના સમર્થનમાં આગળ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ધોળકીયાએ 2017માં રિલીઝ કરેલી એમની ‘રઈસ’ ફિલ્મમાં શાહરૂખને ટાઈટલ ભૂમિકામાં ચમકાવ્યો હતો.

ટ્વિટર પર પોતાના હેન્ડલ પર એમણે લખ્યું છે, ‘શાહરૂખ ખાન સામે વર્ષોથી ચાલી રહેલા નફરતના આક્રમણને ફિલ્મ ઉદ્યોગમાંના દરેક જણે વખોડી કાઢવું જોઈએ. બીજા કોઈએ પણ આપ્યું હોય એના કરતાં શાહરૂખે મનોરંજન-સિનેમાના દૂત તરીકે આપણી સિનેસૃષ્ટિને તથા ભારતને ઘણું વધારે યોગદાન આપ્યું છે. બેવકૂફીભરી વાતો કરતા આ ધર્માંધ લોકોને ચૂપ રહેવાનું કહો.’

શાહરૂખ, દીપિકા પદુકોણ, જોન અબ્રાહમ અભિનીત ‘પઠાણ’ ફિલ્મ 2023ની 25 જાન્યુઆરીએ દેશભરમાં થિયેટરોમાં રિલીઝ થવાની છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular